તંત્ર-મંત્રથી કોરોનાને સાજો કરવાની ફેલાવી રહ્યા હતા અફવા, 47 લોકોની ધરપકડ

PC: tosshub.com

દેશમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યા છે. દરમિયાન દેશની રાજધાની દિલ્હીથી ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. દિલ્હીમાં પોલીસે એક એવા ગ્રુપની ધરપકડ કરી છે, જે તંત્ર-મંત્રથી કોરોનાને દૂર કરવાની અફવા ફેલાવી રહ્યું હતું અને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યું હતું. પશ્ચિમ દિલ્હીના ખ્યાલા પોલીસ સ્ટેશને આ ગ્રુપને પકડ્યું છે. આ ગ્રુપ ભીડ એકત્ર કરીને તેમને તંત્ર-મંત્રની સ્ટોરીઓ જણાવીને લોકોને ઘરની બહાર નીકળવા માટે કહી રહ્યા હતા. મામલાની સૂચના મળતા જ પોલીસે અલગ-અલગ મામલાઓમાં લગભગ 47 લોકોની ધરપકડ કરી છે. જેમના વિરુદ્ધ કેસ દાખલ કરી પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે.

પોલીસે જણાવ્યું કે, આ સમૂહ વિસ્તારમાં લોકોને ઘરોમાંથી બહાર નીકળવા માટે તંત્ર-મંત્રની વાતો કરી રહ્યા હતા. સાથે જ લોકોને ઝાડ-ફૂંકથી કોરોનાને દૂર કરવા માટે ગુમરાહ કરી રહ્યા હતા. આ લોકો ઘણી જગ્યાઓ પર ભીડ એકત્ર કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, લોકડાઉન દરમિયાન મોટાભાગના લોકો પોતાના ઘરોમાં જ છે. બીજી તરફ પોલીસ પણ સતત પેટ્રોલિંગ દ્વારા લોકોને ઘરોમાં રહેવાની અપીલ કરી રહી છે. દરમિયાન પોલીસને સૂચના મળી કે, ખ્યાલા વિસ્તારમાં લોકોની ભીડ ભેગી થઈ છે. સૂચના મળતા જ સ્થળ પર પોલીસ પહોંચી. ત્યાં પોલીસ પહોંચતા જ લોકોમાં ભાગદોડ મચી ગઈ.

પોલીસે જણાવ્યું કે, ખ્યાલા વિસ્તારમાં લોકોની ભીડને લઈને તેમને સવારથી લઈને સાંજ સુધીમાં 30 કરતા વધુ કોલ મળ્યા. ત્યારબાદ આરોપીઓને પકડી લેવામાં આવ્યા. આશ્ચર્યજનક વાત એ છે કે, તમામ મામલાઓમાં આરોપીઓએ એક જેવી જ સ્ટોરી જણાવી. આરોપીઓએ જણાવ્યું કે, તે લોકોને ભેગા કરીને જણાવી રહ્યા હતા કે, કોરોના વાયરસ કંઈ નથી હોતો. તેનાથી કંઈ નથી થવાનું, સરકાર ખોટા આદેશો જાહેર કરી રહી છે. જો જીવવું હોય તો ઘરોમાંથી બહાર નીકળો. જો કંઈ થશે તો ઝાડ-ફૂંક કરીને બીમારીને દૂર કરી દેવાશે.

હાલ પોલીસે સરકારી આદેશોની અવમાનના કરવા અને લોકડાઉનના આદેશોનું પાલન ન કરવાના આરોપમાં તમામ આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કરી તેમની ધરપકડ કરી છે. સાથે જ મામલામાં આગળની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ પોલીસ એ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે, આખરે આ ગ્રુપ કોના માટે કામ કરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp