સોમનાથમાં પ્લાસ્ટિક કચરાના ડુંગર, પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકો

PC: khabarchhe.com

વિશ્વ પર્યાવરણ દિવસ-2018 નિમિતે ગીર ફાઉન્ડેશન(ગાંઘીનગર) ,જી.પી.સી.બી, સોમનાથ ટ્રસ્ટ દ્વારા આજરોજ સવારે સોમનાથ દરિયાઇ કાંઠા આસપાસ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવેલું હતું. તેમજ આ સ્વચ્છતા અભિયાનમાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા, અંબુજા સિમેન્ટ લીમીટેડ, જી.એચ.સી.એલ, સિધ્ધિ સિમેન્ટ,ઇન્ડિયન રેયોન, ગદરે મરીન, ગીર સોમનાથ સામાજીક વનિકરણ વિભાગ, વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસો, બી.વી.જીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવેલું હતું. સ્વચ્છતા અભિયાનના આ કાર્યક્રમમાં જોડાઇ શહેરને સ્વચ્છ કરવા કચરો એકત્રિત કરવા વાહન પસાર થાય ત્યારે આપણે આપણા ઘરનો એકઠો થયેલો કચરો આપી સફાઇ અભિયાનમાં આપણું યોગદાન આપવા અપીલ કરવામાં આવી છે.

લોકો ઓછા હતા કારણ કે લોકો સારી રીતે જાણે છે કે સોમનાથ મંદિર ભલે સોનાના ઢોળ ચઢાવેલું બનાવીએ પણ જ્યાં સુધી મહારાષ્ટ્રની જેમ સંપૂર્ણ પ્લાસ્ટિક પર પ્રતિબંધ નહીં મૂકવામાં આવે ત્યાં સુધી દરિયા કાંઠે નકામ પ્લાસ્ટિકનો કચરો સતત ઠલવાતો રહેવાનો છે. સોમનાથ અને ગીરનાર ક્યાં સુધી આ રીતે પ્લાસ્ટિક એકઠા કરવામાં આવતાં રહેશે. ચારેબાજુ પ્લાસ્ટિકના ગંજ ખડકાઈ રહ્યાં છે. જીવસૃષ્ટિનો વિનાશ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતના લોકો ઈચ્છે છે કે ગુજરાતમાં પ્લાસ્ટિકના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરી દેવો જોઈએ અને તેમના સ્થાને જમીનમાં ઓગળી જાય એવા મટીરીટલ મળે છે તેનો અને કાગળાના પેકીંગનો જ ઉપયોગ કરવો જોઈએ. 

સફાઈ કરવા આવેલી તમામ સંસ્થાઓ ગીર ફાઉન્ડેશન(ગાંઘીનગર) ,જી.પી.સી.બી, સોમનાથ ટ્રસ્ટ, વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા, અંબુજા સિમેન્ટ લીમીટેડ, જી.એચ.સી.એલ, સિધ્ધિ સિમેન્ટ,ઇન્ડિયન રેયોન, ગદરે મરીન, ગીર સોમનાથ સામાજીક વનિકરણ વિભાગ, વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસો, બી.વી.જીના સત્તાવાળાઓને પર્યાવરણ વાદી સંસ્થાઓ દ્વારા અપીલ કરવામાં આવી છે કે પ્લાસ્ટિકનો કચરો એકઠો થવો એ સમસ્યા નથી. પણ પ્લાસ્ટિક બનાવવું તે જ મોટી સમસ્યા છે. જો પ્લાસ્ટિક બનતું બંધ થશે તો જ તે સમસ્યા બંધ થશે. નહીંતર દર મહિને શિવ મંદિર આપસપાસ પ્લાસ્ટિકનો કચરો એકઠો કરવા માટે આ સંસ્થાઓએ એકઠા થવું પડશે જે આ સમયે કોઈને પરવડે તેમ નથી. તેથી પ્લાસ્ટિક પર ગુજરાતમાં સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા માટે આ 10 સંસ્થાઓએ ઝૂંબેશ શરૂ કરવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp