સરદારે શરૂ કરાવેલી વી.એસ.હોસ્પિટલને હથોડા મારી તોડવાનું શરૂ, 80% સેવા બંધ

PC: khabarchhe.com

સરદાર પટેલે દાતાઓની મદદથી ઊભી કરેલી 70 વર્ષ જુની વાડિલાલ સારાભાઈ હોસ્પિટલને આખરે તાળા મારી દેવા માટે કાર્યવાહી કરી છે. હોસ્પિટલ 80 ટકા બંધ કરી દીધી છે. હોસ્પિટલમાં કોઈ ન જાય તે માટે સીડીઓ પર હથોડા મારીને તોડી નાંખવામાં આવી છે. પત્રકારોને અંદર જવા દેવા પ્રતિબંધ મૂકી દેવાયો છે.

વી.એસ. હોસ્પિટલની ટાંકણી પણ ખસેડવામાં નહીં આવે અને યથાવત ગરીબની સેવા કરશે. એવું વચન ભાજપે આપ્યું હતું. હવે તેના 80 ટકા ભાગ બંધ કરી દીધો છે. જૂનું બિલ્ડિંગ તોડી પાડવા માટે હથોડા ઝીંકવાનું શરૂ કરાયું છે.

વી.એસ હોસ્પિટલમાં બેડ ઘટાડવાના નામે મ્યુનિસિપલ સત્તાધીશોએ ધીમે ધીમે અલગ પ્રકારની સેવાઓ બંધ કરતાં દર્દીઓને હેરાનગતિ વેઠવવી પડી રહી છે. કોંગ્રેસ ધારાસભ્ય દ્વારા ગ્યાસુદીન શેખે દેખાવો કરીને તેનો વિરોધ 18 મે 2019માં કર્યો હતો. ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

રાજ્યભરમાંથી ગરીબ વ્યક્તિ વીએસ હોસ્પિટલમાં મફત સારવાર મળે તે હેતુથી આવે છે. પરંતુ હવે મોટાભાગના વિભાગો નવી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી દીધા હતા. તંત્રએ અગાઉ  મા અમૃતકાર્ડ સેવા બંધ કરી દીધા બાદ વી.એસ. હોસ્પિટલ બંધ કરવા માટે વધુ પગલાં લીધા છે. નવી એસવીપી હોસ્પિટલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે શરૂ કર્યા બાદ તંત્ર દ્વારા સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોને નવી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મેયર બીજલ પટેલને આવેદન પત્ર આપ્યું હતું.

જૂની વી.એસ.હોસ્પિટલને બચાવવા માટે અમદાવાદ કોંગ્રેસ દ્વારા શહેરના તમામ વોર્ડમાં સહી ઝુંબેશ શરૂ કરી હતી તેમાં લોકોનો મોટી સંખ્યામાં સાથ મળ્યો હતો. ભાજપે 500 પથારી સાથે હોસ્પિટલ રાખવાનું નક્કી કર્યું ત્યારે કોંગ્રેસની માંગ છે કે જૂની વી.એસ.હોસ્પિટલમાં 1155 પથારી અને સ્ટાફ તથા ડોક્ટરની ટીમ યથાવત રાખવા માંગણી કરી હતી.

છેલ્લા 70 વર્ષથી ગરીબ દર્દીઓની સેવા કરતું શેઠ વાડીલાલ સારાભાઇ હોસ્પિટલ (વીએસ) આજે દર્દીઓ વગરનું સુનું થઈ ગયું છે. 9 જેટલી સુપર સ્પેશીયાલીટીની સુવિધાઓ કે જે પહેલા વીએસ હોસ્પિટલમાં આપવામાં આવતી હતી જે બંધ કરી દેવામાં આવી છે. બધી જ મોંઘી સેવાઓ કરી દઈને નવી સરદાર પટેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જૂની મફતમાં સેવા આપતી હોસ્પિટલ હવે દર્દીઓ વિહોણી અને શાંત બની છે.

તમામ ઈલાજો હાલ પણ આપવામાં આવી રહ્યા છે પરંતુ તેના માટે દર્દીઓએ SVP હોસ્પિટલમાં જવાનું રહેશે. આગામી દિવસોમાં વી.એસ. હોસ્પીટલની અંદર પણ 500 બેડની સુવિધા કાર્યરત રહેશે.  જેની સાથે SVPના 1600 બેડ જોડાતા દર્દીઓને આશરે 2100 બેડની સુવિધા મળી રહેશે. પણ હાલ તો હોસ્પિટલના બેડ ખાલી થઈ ગયા છે.

અઠવાડિયા અગાઉ અહીં રાહત દરની દવા રૂ.70,000ની રોજ વેચાતી હતી, હવે SVPમાં ચાલતા એપોલો સ્ટોરના કારણે રોજની રૂ.30,000ની દવા વેચાય છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp