ધાનેરાની ચૂંટણીએ ચિંધી છે રાજનીતિને નવી રાહ

PC: youtube.com

ચૂંટણી પૂરી થતાં જ રાજ્ય ચૂંટણી પંચ અધિકારી વાદ ચલાવીને માત્ર પોતાના અધિકારીઓને જ એવોર્ડ આપી સારી કામગીરી કરી હોવાની પોતાની જ પીઠ થાબડશે. રાજ્યપાલના હાથે થોકબંધ અધિકારીઓને ચૂંટણીમાં સારી કામગીરી કરી હોવાના વખાણ કરાવતાં એવોર્ડ અપાવશે. પણ ચૂંટણી પંચે સામાન્ય વ્યક્તિ કે રાજકીય પક્ષ દ્વારા સારી કામગીરી થતી હોય છે તેમને ક્યારેય એવોર્ડથી નવાજેલાં નથી. નગરપાલિકાની ચૂંટણી પૂરી થઈ છે. પણ એક નગરપાલિકાની ચૂંટણી લડતાં રાજકીય લોકો એવા નિકળ્યા છે કે જેમણે સમગ્ર દેશના રાજનેતાઓ માટે ચૂંટણીમાં આદર્શ પૂરો પાડ્યો છે.

મહેસાણાના ધાનેરા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ સામૂહિક રીતે નક્કી કર્યું હતું કે, મતદારોને દારુ નહીં આપવો. ચૂંટણી પૂરી થઈ ત્યાં સુધી એક પણ ઉમેદવારે એક પણ મતદારને દારુ આપ્યો ન હતો. તેઓ ક્યાંયથી દારુ લાવ્યા પણ ન હતા. એ વાત જાહેર છે કે ગુજરાતમાં જ્યારે પણ ચૂંટણી હોય છે ત્યારે ગરીબ અને પછાત વિસ્તારમાં ભરપૂર દારુ પીવડાવવામાં આવે છે. પણ ધાનેરામાં ઊલટું થયું છે. કોંગ્રેસ અને ભાજપના વોર્ડ નંબર એકના ઉમેદવારો શિવનગર વિસ્તારમાં આવેલા હનુમાન મંદિર ખાતે એકઠા થયા હતા. તેમણે હનુમાન ભગવાનની સમક્ષ પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ ચૂંટણીમાં દારુ નહીં આપે. જો કોઈ વેચશે તો તેમને રૂ.50,000નો ભારે દંડ ભરવો પડશે.

આમ એક વોર્ડ બન્ને પક્ષના મળીને 8 ઉમેદવારો અને બન્ને પક્ષના કાર્યકરો એક સાથે હાજર રહ્યાં હતા. મતદાન થઈ ગયું ત્યાં સુધી કોઈએ કેફી પદાર્થ કે દારુ વેચ્યો ન હતો. ગુજરાતમાં દારુ બંધી છે પણ ચૂંટણીમાં દરેક વિસ્તારમાં દારુ વેચાય છે. પણ એક વોર્ડ તો એવો નિકળ્યો છે કે જેમણે મતદારોની તરફેણમાં વિચારીને ચૂંટણીને યાદગાર બનાવી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp