દિલિપ સાબવાએ કોંગ્રેસને આપી ધમકી

PC: facebook.com/pg/Dilipsabva.official

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનરો હવે એક પછી ચૂંટણીના મેદાનમાં ઝંપલાવી રહ્યા છે. હાર્દિક પટેલના કોંગ્રેસમાં જોડાયા બાદ PAAS સાથે જોડાયેલા ઘણા લોકોને ચૂંટણી લડવાના અભરખા જાગ્યા છે, જેમાં ગીતા પટેલનું પણ નામ સામે આવ્યુ હતું. પરંતુ આ વખતે દિલિપ સાબવાએ મોટી જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે.

PAASના નેતા દિલિપ સાબરાએ ગાંધીનગરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. સાબવા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ સામે લડશે. ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીએ આ વખતે લોકસભાની ચૂંટણીમાં લાલકૃષ્ણ અડવાણીનું પત્તું કાપીને અમિત શાહને ટિકિટ આપી છે. ત્યારે હવે PAAS નેતા દિલિપ સાબવાએ અમિત શાહ સામે લડવાની તૈયારી દર્શાવી છે.

રિપોર્ટ મુજબ PAAS દ્વારા અમિત શાહ વિરુદ્ધ લડવા માટે દિલિપ સાબવાની પસંદગી કરવામાં આવી હોવાનું કહેવાય છે. સાબવા PAAS કન્વીનર અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ, પાટીદારો પર થયેલા કેસ અને આંદોલન દરમિયાન શહીદ થયેલાને નોકરી નથી મળી તે મુદ્દાને લઇને અમિત શાહ સામે ચૂંટણી લડશે. હાલમાં તો સાબવા કોઇ પાર્ટીમાં જોડાયા નથી અને એવું કહેવાય છે કે, તે અપક્ષ ઉમેદવાર તરીકે જ ચૂંટણી લડવાના છે.

સાબવાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને ગાંધીનગર સીટ પર અમિત શાહ સામે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. દિલિપ સાબવાએ એ વાત સ્પષ્ટ કરી હતી કે તે કોઇ પાર્ટીમાં જોડાશે નહીં અને કોંગ્રેસને પણ સાબવાએ ધમકી આપી છે કે, ગાંધીનગર સીટ પર કોંગ્રેસ પાર્ટી તેનો સપોર્ટ નહીં કરે તો તેને પણ પરિણામ ભોગવવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp