DM-SDM અને મંત્રીઓ મારા ખિસ્સામાં, અંકિતા મર્ડર કેસના આરોપી પુલકિતનું સ્ટેટમેન્ટ

PC: news18.com

અંકિતા હત્યાકાંડથી ભોગપુરના ગ્રામીણો ઘણા ગુસ્સે ભરાયેલા જોવા મળી રહ્યા છે. ગ્રામીણોનું કહેવું છે કે આરોપી પોતાની ઓળખનો ડર ગામના લોકો પર દેખાડતો હતો. તે કહેતો હતો કે ડીએમ મારા એક ખિસ્સામાં તો એસડીએમ મારા બીજા ખિસ્સામાં છે અને મંત્રીઓ પાછળના ખિસ્સામાં. ક્ષેત્રવાસીઓ દોષી વિરુદ્ધ કડકમાં કડક સજા કરવાની માગણી કરી રહ્યા છે. ગ્રામીણો એ પણ ચેતવણી આપી રહ્યા છે કે જો સરકારે રિસોર્ટ નહીં તોડ્યો તો તેઓ જાતે જ રિસોર્ટ પર બુલડોઝર ફેરવી દેશે.

ગંગાભોગપુરના ગ્રામીણ હત્યારોપી પુલકિત આર્યના કારનામાથી ઘણા દુખી છે. ગ્રામીણોનું કહેવું છે કે પુલકિત નાની-નાની વાતો પર લોકો સાથે ઝઘડો કરવા લાગતો હતો. ક્ષેત્રવાસી અર્જુન ભંડારી કહે છે કે ક્ષેત્રમાં એક ડઝન કરતા વધારે રિસોર્ટ છે અને બધાનું ગંદુ પાણી ગંગામાં જાય છે. હત્યાના આરોપી પુલકિતના રિસોર્ટનું ગંદુ પાણી પણ ગંગામાં ભેગુ થાય છે. એટલું જ નહીં રિસોર્ટનો કચરો પણ ગંગામાં ફેંકવામાં આવે છે. જ્યારે જંગલમાંથી ખુલ્લેઆમ લાકડી કાપીને હોટલનું ખાવાનું પણ બનાવવામાં આવતું હતું. ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હતી. ગ્રામીણા સાહબ સિંહ પણ રિસોર્ટ સ્વામીની હરકતોથી ઘણા પરેશાન હતા. તે કહે છે કે સરકારે રિસોર્ટ પર બુલડોઝરન ચાલવ્યું તો તેઓ જાતે જ કાયદો હાથમાં લઈને તેની પર બુલડોઝર ચલાવી દેશે. અંકિતા હત્યાકાંડની તપાસ માટે એસડીએમ શૈલેન્દ્ર સિંહ નેગીએ કહ્યું કે ઋષિકેશમાં હોટલ, રિસોર્ટ, સ્ટે હોમની તપાસ માટે બે ટીમ બનાવવામાં આવી છે.

આ સિવાય ક્ષેત્રાવાસીઓનો આરોપ છે કે પૌડી પ્રશાસને પટવારી વિવેક કુમારને ખોટો સસ્પેન્ડ કર્યો છે. જ્યારે પટવારી વૈભવ પ્રતાપના અચાનક રજા પર ઉતરી જવા પછી વિવેકને આ ચાર્જ સોંપવામાં આવ્યો હતો. એવો પણ આરોપ છે કે વૈભવ અને પુલકિત વચ્ચે સારા સંબંધો છે. વૈભવ ઘણી વખત પુલકિતના રિસોર્ટમાં જતો હતો. બંનેના સંબંધ પર પણ ગ્રામીણોએ સવાલ ઉઠાવ્યા છે. મુખ્યમંત્રીના નિર્દેશ પછી ઉત્તરાખંડના રિસોર્ટ અને હોટલ પરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ગંગાભોગપુરમાં આવેલા3 રિસોર્ટમાં પણ કાર્યવાહી કરવામાં આવી છે. આ દરમિયાન રાજાજી ટાઉન એન્ડ ડાઉન ટાઉન રિસોર્ટ એન્ડ કેફે, પનામી રિસોર્ટ અને નીરજ રિસોર્ટમાં પણ અનિયમિતતા મળી આવતા સીલની કરા્યવાહી કરવામાં આવી હતી.         

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp