શું તમને ખબર છે સુરતની બસોની હાલત કેવી છે?

PC: cept.ac.in

તમે જો સુરતમાં રહેતા હોવ અને તમે અવારનવાર બીઆરટીએસનો ઉપયોગ કરતા હોવ તો તમારા માટે આ સમાચાર મહત્વના છે

સુરતમાં દોડતી 166 બીઆરટીએસ બસોમાંથી મોટાભાગની આરસી બુક જ પાલિકા પાસે નથી. કારણ કે સુરતની બસો પાસે આર.સી બુક છે જ નહીં. આર.સી બુક વગર જ બસો રસ્તા પર દોડી રહી છે. આર.સી બુક હોવાનો અર્થ છે કે બસ ને આરટીઓમાંથી લીલીઝંડી મળી છે અને તે વાહન ચલાવવા યોગ્યછે. પરંતુ સુરતમાં તો બીઆરટીએસ બસોની આરસી બુક અત્યારે એસએમસી પાસે છે જ નહીં. ઉલ્લેખનીય છે કે આરટીઓ દ્વારા એસએમસી કમિશ્નરના નામની આર.સી બુક બીઆરટીએસ ડિપાર્ટમેન્ટમાં સ્પીડ પોસ્ટથી મોકલી હતી પરંતુ ડિપાર્ટમેન્ટે તેને સ્વાકારવાનો ઇન્કાર કર્યો હતો. ત્યારે બીજી તરફ આરટીઓમાં બીઆરટીએસની આરસી બુકનો ઢગલો થઇ ગયો છે. ત્યારે જોવાનું એરહ્યુ કે લોકોને આરસી બુકના નામે પૈસા ખંખેરતી ટ્રાફિક પોલીસ શું હવે બીઆરટીએસના ડ્રાઇવરો પાસે આરસી બુક માંગશે કે પછી સરકારી કામો માં સરકારી બાબુઓને છુટછાટ મળશે. હાલમાં સુરતમાં 166 જેટલી બસો બેફામ દોડી રહી છે પરંતુ આમાની મોટાભાગની બીઆરટીએસ બસો પાસે પોતાની બસ ની આરસી બુક જ નથી.

આરસી બુક આપણી પાસે હોવી એ આપણા વ્હીકલની ઓફિશીયલ ગણતરી છે. અમુક પ્રકારના એન્જીન અને પાર્ટસને જ આરટીઓ આરસી બુક આપતું હોય છે. જેની પાસે આરસી બુક ન હોય અને વ્હીકલ રાખતા હોય છે તે ગેરકાનુની ગણાય છે. ત્યારે હાલ સુરતમાં મોટાભાગની બસો પાસે તો આરસી બુક છે જ નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp