વેક્સીન મુકાવ્યા બાદ આ 8 વાતોનું રાખો ધ્યાન, ના કરો આ કામ

PC: indiatimes.com

કોરોના વાયરસના મામલાઓ ફરી એકવાર ઝડપથી વધી રહ્યા છે. એવામાં લોકોને વેક્સીન મુકવાનું કામ ઝડપી બનાવવામાં આવી રહ્યું છે. જો તમે પણ કોરોનાની વેક્સીન મુકાવી હોય અથવા મુકાવાના હો તો કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

તરત કામ પર ના જાઓ

જો તમે કોરોનાની વેક્સીન મુકાવી હોય તો તરત જ કામ પર ના જવું જોઈએ. વેક્સીન મુકાવ્યા બાદ ઓછામાં ઓછાં 2-3 દિવસો સુધી એકદમ આરામ કરવો જોઈએ. કેટલાક લોકોને વેક્સીન મુક્યાના તરત બાદ તો કેટલાક લોકોને 24 કલાક બાદ સાઈડ ઈફેક્ટનો અનુભવ થાય છે. આથી વેક્સીન મુકાવ્યા બાદ ઓછામાં ઓછાં બેથી ત્રણ દિવસો સુધી આરામ કરવો જોઈએ અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ.

ભીડવાળી જગ્યા પર જવાથી બચવું

જો તમે હાલમાં જ વેક્સીનનો પહેલો ડોઝ લીધો હોય તો તમારે ભીડવાળી જગ્યા પર જવાથી બચવું જોઈએ. જ્યાં સુધી વેક્સીનના બંને ડોઝ ના મુકાવી દો ત્યાં સુધી તમારી સુરક્ષાનું ધ્યાન રાખવું. જોકે, વેક્સીનના બંને ડોઝ લીઘા બાદ પણ પોતાના પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ.

 

વર્કઆઉટ ના કરો

વેક્સીન મુકાવ્યા બાદ હાથમાં દુઃખાવો થવો સામાન્ય છે. આથી જો તમે વેક્સીન મુકાવી હોય તો થોડાં દિવસો માટે વર્કઆઉટ કરવાનું ટાળો, નહીં તો તમારો હાથનો દુઃખાવો વધી શકે છે.

પ્રવાસ કરવાથી બચો

કોરોનાનું સંક્રમણ એકવાર ફરીથી ઝડપથી ફેલાઈ રહ્યું છે. એવામાં તમે વેક્સીન મુકાવી હોય તો પણ તમારે ટ્રાવેલ કરવાથી બચવું જોઈએ. અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ની ગાઈડલાઈનમાં વેક્સીન મુકાવ્યા બાદ પણ પ્રવાસ ન કરવાની સલાહ આપવામાં આવી છે.

ડૉક્ટર સાથે સંપર્કમાં રહેવું

જો તમને પહેલાથી જ કોઈ એલર્જીની સમસ્યા હોય તો તમારે વધુ સાવધાન રહેવાની જરૂર છે. વેક્સીન મુકાવ્યા બાદ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન રાખો. કોઈપણ પ્રકારની મુશ્કેલી થવા પર તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

માસ્ક પહેર્યા વિના બહાર જવાનું ટાળવું જોઈએ

વેક્સીનના બંને ડોઝ લીધા બાદ પણ તમારું માસ્ક પહેરવું એટલું જ જરૂરી છે, જેટલું વેક્સીન લીધા પહેલા હતું. વેક્સીનના બંને ડોઝ લીધા બાદ જ શરીરમાં એન્ટીબોડી બને છે. આથી જરા સરખી પણ બેદરકારીથી તમે વેક્સીન મુકાવ્યા બાદ પણ કોરોનાની ઝપટમાં આવી શકો છો.

હાઈડ્રેટેડ રહો

વેક્સીન મુકાવતા પહેલા અને બાદમાં પોતાને હાઈડ્રેટેડ રાખો, પોતાની ડાયટમાં ઘણા બધા ફળો, શાકભાજી અને નટ્સનો સમાવેશ કરો. તેનાથી તમારું શરીર અંદરથી મજબૂત રહેશે.

સિગારેટ અને દારૂ ના પીવું

જો તમે સિગારેટ અને દારૂ પીતા હો તો વેક્સીન મુકાવ્યા બાદ તેનું સેવન કરવાથી બચવું જોઈએ. ઓછામાં ઓછાં ત્રણ દિવસો સુધી જરા પણ દારૂ ના પીવો જોઈએ. આ ઉપરાંત, તમારે બહારનું તેમજ તળેલું ભોજન ખાવાથી બચવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp