શું વધુ AC ચલાવવાથી કારની માઈલેજ પર અસર પડે છે?

PC: highlinecarcare.com

હાલ દેશના મોટાભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. એવામાં AC વિનાની ગાડીમાં પ્રવાસ કરવો મુશ્કેલ બની જાય છે. પરંતુ કેટલાક લોકો એવા પણ છે, જે વારંવાર ACને ઓન અને ઓફ કરતા રહે છે, કારણ કે તેમને લાગે છે કે, AC ચલાવવાથી ગાડીની માઈલેજ પર અસર પડે છે. પરંતુ શું ખરેખર એવું થાય છે કે પછી તે માત્ર એક વહેમ છે, તો જાણી લો તમે પણ...

જ્યારે પણ આપણે કારનું AC ઓન કરીએ ત્યારે તે અલ્ટરનેટથી મળનારી એનર્જીનો ઉપયોગ કરે છે. તે એનર્જી તેને એન્જિનમાંથી મળે છે. એન્જિન ફ્યૂઅલ ટેંકથી ફ્લૂઅલનો ઉપયોગ કરે છે. ખાસ વાત એ છે કે, જ્યાં સુધી કાર સ્ટાર્ટ નથી થતી, ત્યાં સુધી AC પણ ઓન નથી થતું, કારણ કે AC કમ્પ્રેસર સાથે જોડાયેલો બેલ્ટ ત્યારે જ ફરશે જ્યારે એન્જિન ચાલશે. તે એ જ બેલ્ટ હોય છે, જે કારના અલ્ટરનેટને ચાલતા રહેવા અને બેટરીને ચાર્જ કરવાનું કામ કરે છે. AC કમ્પ્રેસર કૂલેન્ટને કમ્પ્રેસ કરીને તેને ઠંડુ કરે છે અને આ રીતે કારનું AC કામ કરે છે.

આ અંગે ઓટો એક્સપર્ટ્સનું કહેવું છે કે, ગાડી ચલાવતી વખતે AC ઓન કરવાની કારની માઈલેજ પર વધુ અસર નથી પડતો. AC ચલાવવાથી માત્ર 5થી 7 ટકાનો જ ફરક પડે છે. આથી, વધુ વિચારવાની જરૂર નથી કે કારના ACનો જરૂર પડ્યે જ ઉપયોગ કરવો કે પછી તેનો આરામથી ઉપયોગ કરવો.

પરંતુ એક વાત હંમેશાં યાદ રાખવી કે જ્યારે પણ તમે હાઈવે પર જાઓ ત્યારે કારની વિન્ડોને બંધ કર્યા બાદ જ AC ઓન કરવું. નહીં તો હવાના દબાણને કારણે કારની માઈલેજ પર અસર પડશે. ટૂંકમાં કહીએ તો. AC ચલાવવાથી કારની માઈલેજ પર એટલો ફરક નથી પડતો કે જેને કારણે તમારે વારંવાર AC જ બંધ કરી દેવું પડે, આથી જરૂર જણાય ત્યારે બેફિકર થઈને ACનો આનંદ લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp