ભારતના PM સજ્જન વ્યકિત, મને પસંદ છેઃ અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પ

PC: dnaindia.com

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી મોદી એક અત્યંત સજ્જન વ્યક્તિ છે અને હું તેમને પસંદ કરું છું. જણાવી દઈએ કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા પણ ભારત પ્રત્યે તેમનો પ્રેમ પ્રદર્શિત કરી ચૂક્યા છે. સૂત્રો અનુસાર, જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે અને ઈઝરાયલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂ સહિત પ્રધાનમંત્રી મોદી દુનિયાના એવા અમુક નેતાઓમાં સામેલ છે, જેમનો ટ્રમ્પની સાથે નજીકનો મિત્રતા સંબંધ છે. તેઓ ઘણીવાર એકબીજા સાથે ફોન પર વાત કરતા રહે છે અને તેમની વાતચીત સામાન્ય રીતે સાર્વજનિક હોતી નથી.

ટ્રમ્પ બોલ્યા- મને પસંદ છે પ્રધાનમંત્રી મોદી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ઓવલ ઓફિસમાં વ્હાઈટ હાઉસના પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, મને પ્રધાનમંત્રી મોદી પસંદ છે. મને તમારા પ્રધાનમંત્રી ઘણાં પસંદ છે. તેઓ ખૂબ જ સજ્જન વ્યક્તિ છે. તેઓ ખૂબ જ સારું કામ કરી રહ્યા છે.

વાતચીત મોટે ભાગે સાર્વજનિક થતી નથી

તેમણે 15 દિવસની અંદર ફરી એકવાર પ્રધાનમંત્રી મોદી સાથેની વાતચીત અંગે પુષ્ટિ કરી છે. બંને નેતાઓની વચ્ચે ફોન પર વાતો થતી રહે છે. પણ તે અંગેની માહિતી ન તો વ્હાઈટ હાઉસ કે પ્રધાનમંત્રી કાર્યાલયે બહાર પાડી છે. પણ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરમાં પ્રધાનનમંત્રી મોદી માટે કરવામાં આવેલી ટિપ્પણીથી પ્રતીત થાય છે કે તેઓ અને વડાપ્રધાન મોદી નિયમિત રીતે એકબીજા સાથે વાત કરે છે.

US મીડિયા કરતા વધારે ભારતીય પસંદ કરે છેઃ ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પે એક સવાલના જવાબમાં કહ્યું કે, તેઓ ભારતમાં પોતાની લોકપ્રિયતા અંગે જાણે છે. તેમણે કહ્યું કે, મને જાણ છે કે ભારતમાં હું લોકપ્રિય છું. ભારતના લોકો મને પસંદ કરે છે. નિશ્ચિતપણે તેઓ મને મારા દેશની મીડિયા કરતા વધારે પસંદ કરે છે. જણાવી દઈએ કે, ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકે પોતાના કાર્યાલયની શરૂઆતમાં પણ ભારત અને પ્રધાનમંત્રી મોદી પ્રત્યેના પોતાના પ્રેમ અને સ્નેહને દર્શાવ્યો હતો. 

ઈવાંકા પણ પ્રશંસા કરી ચૂકી છે

હ્યૂસ્ટનમાં ગયા વર્ષે સપ્ટેમ્બરમાં હાઉડી મોદી કાર્યક્રમ અને આ વર્ષે ફેબ્રુઆરીમાં અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પછી ટ્રમ્પે પ્રધાનમંત્રી મોદીની પ્રશંસા કરવાની કોઈ તક છોડી નથી. ટ્રમ્પ ઉપરાંત તેમના પરિવારના અન્ય સભ્યો પણ ભારત અને ભારતીય અમેરિકન લોકો પ્રત્યે પ્રેમ દર્શાવતા ઘણીવાર ટ્વીટ કરી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp