ઇરાનને ટ્રમ્પની ચેતવણીઃ અમેરિકાને બીજીવાર ધમકી આપી તો...

PC: standard.co.uk

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારના રોજ ઇરાનને ચેતવણી આપી છે કે, જો તેઓ અમેરિકાને ધમકાવશે તો તેમને અંજામ ભોગવવા તૈયાર રહેવું પડશે, જેના ઉદાહરણ ઇતિહાસમાં મળે છે. ઇરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીને ટ્વીટર પર ડાયરેક્ટ મેસેજ લખતા ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકાને બીજીવાર ક્યારેય ન ધમકાવે નહિતર તમારે એવો અંજામ ભોગવવો પડશે, જેના ઉદાહરણ ઇતિહાસમાં મળે છે. અમે તમારા હિંસા અને મોતના વિક્ષિપ્ત શબ્દોને સહન નહીં કરીએ, સતર્ક રહો.

ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પની આ ટિપ્પણી પહેલા રુહાનીએ અમેરિકાના નેતાને ચેતવણી આપી હતી કે, તેઓ સૂતેલા સિંહને ન છંછેડે. રુહાનીએ કહ્યું હતું કે, ઇરાનની સાથે લડાઇ તમામ યુદ્ધોની મા સાબિત થશે. પરમાણુ હથિયારોથી સજ્જ નોર્થ કોરિયાની સાથે ઐતિહાસિક વાતચીત બાદથી જ ઇરાન ટ્રમ્પના નિશાના પર છે.

બીજી બાજુ અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પિઓનું કહેવું છે કે, તેમનો દેશ ઇરાની સરકારના ટોચના અધિકારીઓ વિરુદ્ધ સખત પ્રતિબંધ લગાવીને તેમની સાથે લડતા નથી ડરતો. ઇરાનની સાથે પરમાણુ સંધીથી અલગ થયા બાદ પોમ્પિઓએ 21 મેના રોજ નવી રણનીતિનો ખુલાસો કર્યો હતો, જે અંતર્ગત ઇરાનને કેટલીય કડક માંગો અને અનેક પ્રતિબંધોનો સામનો કરવા માટે કહેવાયું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp