હવે દારૂડિયા ડ્રાઇવરના હાથમાં બસ નહીં આપવામાં આવે, ST વિભાગ લાવી આ સિસ્ટમ

PC: staticflickr.com

સલામત સવારી ST અમારી, ST વિભાગના આ સ્લોગન પર કલંક લાગી રહ્યો છે કારણ કે, ઘણીવાર સોશિયલ મીડિયામાં ST બસની ખખડધજ સ્થિતિના વીડિયો વાયરલ થાય છે, તો ક્યારે શરૂ બસ દરમિયાન ST બસનો ડ્રાઈવર ફોન પર વાત કરતો હોવાના વીડિયો વાયરલ થાય છે અને કેટલીક વાર તો ડ્રાઈવરની બેદરકારીના કારણે બસ અકસ્માતની ઘટનાઓ પણ પ્રકાસમાં આવે છે ત્યારે હવે તહેવારની સીઝનમાં ST બસના ડ્રાઈવરની બેદરકારીથી કોઈ પણ પ્રકારની અકસ્માતની ઘટના ન બને તે માટે ST વિભાગ દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરતથી મોટી સંખ્યામાં લોકો પોતાના વતન જતા હોય છે અને લોકોને મુસાફરીમાં કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે સુરત ST વિભાગ દ્વારા 300 જેટલી બસ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત બસમાં પેસેન્જર બેસાડીને ડ્રાઈવર પોતાની સીટ પર બેસે તે પહેલા ડ્રાઈવરનું બ્રેથ એનલાઇઝર મશીનથી ચેકિંગ કરવામાં આવશે કે, ડ્રાઈવર ડ્રીંક કરીને બસ નથી ચલાવા જઈ રહ્યોને. ડ્રાઈવરના ચેકિંગ દરમિયાન અધિકારીઓ પણ ઉપસ્થિતિ રહેશે. ST વિભાગના આ નિર્ણયને ST વિભાગના અધિકારીઓ અને ડ્રાઈવરો દ્વારા પણ આવકારવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, બસમાં સવાર મુસાફરોની સલામતી બસ ચાલક પર નિર્ભર હોય છે અને બસ ચાલક ડ્રીંક કરીને બસ ચલાવે તો ક્યારેક મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે અને જેનો ભોગ નિર્દોષ લોકોને બનવું પડતું હોય છે. પેસેન્જરોની સુરક્ષાને લઇને ST વિભાગ દ્વારા આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયના કારણે જ સુરત ડેપોમાંથી બસ લઇને નીકળતા તમામ બસના ડ્રાઇવરને બ્રેથ એનલાઇઝર મશીનથી ચેક કરવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp