નોટબંધી કરવામાં ન આવતે તો અર્થવ્યવસ્થા તૂટી જતેઃ એસ ગુરુમૂર્તિ

PC: tosshub.com

ભારતીય રિઝર્વ બેંક (RBI)ના નિર્દેશક મંડળ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વિચારક એસ ગુરુમૂર્તિએ ગુરુવારે કહ્યુ હતુ કે, જો નવેમ્બર, 2016માં નોટબંધી કરવામાં ન આવતે તો અર્થવ્યવસ્થાની હાલત નાજુક બની જતે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, 500 અને 1000 રૂપિયાની નોટો જેવા મોટા મૂલ્યની નોટોનો ઉપયોગ રીયલ એસ્ટેટ તેમજ સોનુ ખરીદવા માટે કરવામાં આવી રહ્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, નોટબંધીના 18 મહિના પહેલા 500 અને 1000 રૂપિયાની નોટ 4.8 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ, રીયલ એસ્ટેટ અને સોનાની ખરીદીમાં આ નોટોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. આથી, જો નોટબંધી ના થતો તો અમારી સ્થિતિ પણ 2008ના સબ પ્રાઈમ ઋણ સંકટ જેવી થઈ જતે. ગુરુમૂર્તિએ કહ્યુ હતુ કે, જો આવુ ન થતે, તો ભારતીય અર્થવ્યવસ્થા તૂટી જતે. આ એક સુધારાત્મક ઉપાય હતો.

આવતા અઠવાડિયે RBIના બોર્ડની યોજાનારી મહત્ત્વની બેઠક પહેલા એસ ગુરુમૂર્તિએ બેંકના આરક્ષિત ભંડારણના નિયમમાં બદલાવની પણ વકાલત કરી છે. તેમણે જણાવ્યુ હતુ કે, RBIની પાસે 9.6 કરોડ રૂપિયા આરક્ષિત ભંડાર છે અને દુનિયામાં કોઈપણ કેન્દ્રીય બંક પાસે પાસે આટલું આરક્ષિત ભંડારણ નથી. થોડાં મહિના અગાઉ જ RBI બોર્ડના નિદેશક તરીકે નિયુક્ત કરવામાં આવેલા ગુરુમૂર્તિએ જણાવ્યુ હતુ કે, ભારતમાં નિર્ધારિત પૂંજી પર્યાપ્ત માત્રાના એક ટકા છે. જે બેસેલના વૈશ્વિક નિયમથી વધુ છે. તેમણે નાના તેમજ મધ્યમ ઉદ્યોગો માટે લોનનો નિયમો સરળ બનાવવાની પણ વકાલત કરી હતી, જે દેશની GDPના 50 ટકા છે.

RBI અને નાણા મંત્રાલયની વચ્ચે વિવાદ શરૂ થયા બાદ સાર્વજનિકરીતે પહેલીવાર ટિપ્પણી કરતા ગુરુમૂર્તિએ કહ્યુ હતુ કે, આ ગતિરોધ સારી વાત નથી. RBIની બોર્ડની બેઠક સોમવારે યોજાવાની છે, જેમાં PCAના નિયમોને સરળ બનાવવા જોઈએ, આરક્ષિત ભંડારણને ઓછું કરવા અને MSMEને દેવુ વધારવા સહિત સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp