અહિંયા 140 રૂપિયા લીટરના ભાવે વેચાયું પેટ્રોલ

PC: hindustantimes.com

પેટ્રોલ-ડીઝલ પરથી વેટ ઘટાડવાની માંગણીને લઈને સોમવારે પેટ્રોલ પંપ સંચાલકોએ હડતાળ પાડી હતી. જેને કારણે લોકોએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સાથે જ અલગ-અલગ વિસ્તારોમાં પેટ્રોલનું કાળાબજાર પણ ચાલતું રહ્યું. નોર્થ-ઈસ્ટ દિલ્હીમાં સવારે બ્લેકમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરનાં ભાવે વેચાવાનું શરૂ થયુ હતુ, જે સાંજ સુધીમા 140 રૂપિયે પ્રતિ લીટર પર પહોંચી ગયું. જાણકારીનાં અભાવમાં હજારો લોકો અટવાઈ પડ્યા હતા. ગાંવડી રોડ પરની એક દુકાનમા સવારથી સાંજ સુધી પેટ્રોલનું વેચાણ કરવામાં આવ્યું હતુ.

બ્લેકમા પેટ્રોલ 110થી 130 રૂપિયા પ્રતિ લીટરનાં ભાવે વેચાયુ હતુ. મસ્તફાબાદમાં પણ પેટ્રોલ બ્લેકમા આ જ રેટમાં મળી રહ્યુ હતુ. કરાવલ નગર ચોક અને શિવ વિહારમા સવારે પેટ્રોલનું વેચાણ 100 રૂપિયા પ્રતિ લીટરના ભાવે શરૂ કરવામાં આવ્યુ હતુ, જે સાંજ સુધીમા 140 રૂપિયે પ્રતિ લીટરના ભાવ સુધી પહોંચી ગયુ હતુ.

જ્યારે યમુનાપારની સીમાવર્તી કોલોનીઓમાં રહેતા લોકોએ યુપીના પેટ્રોલ પંપો પર જઈને બાઈક અને કારમા પેટ્રોલ ભરાવ્યુ હતુ. વેસ્ટ દિલ્હીના ખ્યાલા, રઘુવીર નગર વિસ્તારમા ઘણી જગ્યાઓએ ચોરી છૂપી તો કેટલીક જગ્યાઓએ ખુલ્લેઆમ બ્લેકમા પેટ્રોલ વેચવામા આવી રહ્યુ હતુ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp