14 વિકેટ લીધી છતા એજાઝ પટેલને મેન ઓફ ધ મેચ ન મળ્યો, સોશિયલ મીડિયા પર બબાલ

PC: https://internationalcricket.fandom.com/wiki/Ajaz_Patel?file=Ajaz_Patel.jpg

મુંબઇના વાનખેડેમાં રમાયેલી ટેસ્ટમેચમાં ન્યૂઝીલેન્ડની ટીમને 372 રને હરાવીને ભારતે ઇતિહાસ રચી દીધો છે, પરંતુ આ ટેસ્ટમેચમાં બનેં ઇનિંગ્સ મળીને કુલ 14 વિકેટ લેનાર ન્યૂઝીલેન્ડના સ્પીનરને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ નહી મળતા સોશિયલ મીડિયા પર ભારે ડિબેટ શરૂ થઇ છે.

 ભારતે મુબંઇમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડને 372 રને હરાવીને ઇતિહાસ રચી દીધો છે. ટેસ્ટ ક્રિક્રેટમાં ભારતની રનના હિસાબે જોવા જઇએ તો સૌથી મોટી જીત છે. ભારતે આ મેચ જીતવાની સાથે ટેસ્ટ સીરિઝ પર પણ કબ્જો કરી લીધો છે. પરંતુ મુંબઇમાં રમાયેલી આ ટેસ્ટ મેચ ન્યૂઝીલેન્ડના સ્પીનર એજાઝના નામે જાણીતી બનશે.

 મુંબઇમાં જન્મેલા અને ન્યૂઝીલેન્ડ ક્રિક્રેટ ટીમ તરફથી રમતા એજાઝ પટેલે ભારત સાથેની પહેલી ઇનિંગમાં 10 વિકેટ લીધી હતી, મતલબ કે માત્ર એક જ બોલરે આખી ટીમ ઇન્ડિયાની વિકેટ લીધી હતી. તો બીજી ઇનિંગમાં એજાજે 4 વિકેટ લીધી હતી. આમ બે ઇનિંગ્સ મળીને એજાઝે કુલ 14 વિકેટ ઝડપી હતી. આવું કરવાવાળો એજાઝ ટેસ્ટ ઇતિહાસમાં  માત્ર ત્રીજો બોલર છે. પરંતુ ઇતિહાસ રચવા છતા એજાજ પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ ન થયો, તેને બદલે  શાનદાર બેટીંગ કરવા બદલ ટીમ ઇન્ડિયાના બેસ્ટમેન મયંક અગ્રવાલને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો.

 આ બાબતે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઇ છે, તે એટલા માટે કારણ કે એજાઝ પટેલે જે કારનામું કર્યું છે તે ટેસ્ટ ઇતિહાસમાં જવલ્લે જ જોવા મળતી ઘટના છે. 1877થી શરૂ થયેલી ટેસ્ટ ક્રિક્રેટમાં અત્યાર સુધીમાં માત્ર 3 જ વાર આવું બન્યું છે. એક જ મેચમાં 10 વિકેટ લેવી એ નાનો સુનો રેકર્ડ નથી.

 આમ છતા મંયક અગ્રવાલને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પંસદ કરવામાં આવ્યો. મંયક અગ્રવાલે પહેલી ઇનિંગમાં 150 રન અને બીજી ઇનિંગમાં 62 રન બનાવ્યા હતા. મંયકને પ્લેયર ઓફ ધ મેચ અપાતા સોશિયલ મીડિયા પર લોકો ગુસ્સો ઠાલવી રહ્યા છે. કેટલાંક પૂર્વ ખેલાડીઓ પણ આ બાબતે સવાલ ઉઠાવી રહ્યા છે.લોકોની ખેલદીલી જુઓ કે ભલે એજાઝ ન્યૂઝીલેન્ડનો ખેલાડી છે, પણ તેની સફળતાની લોકો તરફદારી કરી રહ્યા છે.

 સોશિયલ મીડિયા પર મોટાભાગના લોકો એજાજને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મળવો જોઇએ એવું રહી રહ્યા છે.

 આ પહેલાં 1956માં જિમ લેકરે ઓસ્ટ્રેલિયા સામે 10 વિકેટ લીધી હતી, 1999માં અનિલ કુંબલેએ પાકિસ્તાન સામેની મેચમાં 10 વિકેટ લીધી હતી અને હવે 2021માં એજાઝ પટેલે ભારત સામે 10 વિકેટ લેવાનો રેકર્ડ નોંધાવ્યો છે.

 આમ જોવા જઇએ તો  એક મેચમાં 14 વિકેટ લેનારો એજાઝ પહેલો બોલર ગણી શકાય. મુંબઇમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતની કુલ 17 વિકેટ પડી હતી, જેમાંથી 14 વિકેટ એજાઝે અને 3 વિકેટ રચિન રવીન્દ્રએ લીધી હતી. મતલબ કે બધી વિકેટ ભારતીય મૂળના બોલરોએ જ વિકેટ ખેરવી હતી.

 હકિકતમાં, હાલની ક્રિક્રેટ હોય કે જૂની, હમેંશા બેસ્ટમેનનોને જ મહત્ત્વ આપવામાં આવે છે. ક્રિક્રેટનું કોઇ પણ ફોર્મેટ હોય, બેસ્ટમેનને જ હમેંશા આગળ ગણવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp