સરકારે બદલ્યા ફેમ ટૂ સબસિડીના નિયમ, ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર થશે આટલી સસ્તી

PC: livemint.com

ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોને ઝડપથી અપનાવવા અને તેના નિર્માણને પ્રોત્સાહન આપવા માટે સરકારે ઇલેક્ટ્રિક વાહનો માટે ફેમ ટૂ યોજનામાં બદલાવની જાહેરાત કરી છે. આ જાહેરાત હેઠળ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર વાહનો પર સબસિડી વધારી દેવામાં આવી છે, જેથી કિંમતોમાં એક મોટા અંતરથી ઘટાડો લાવવમાં મદદ મળશે. ભારે ઉદ્યોગ વિભાગ દ્વારા જાહેર અધિસૂચના અનુસાર, ઇલેક્ટ્રોનિક ટૂ-વ્હીલર વાહનો માટે ફાયદો વધારીને 15 હજાર પ્રતિ kWh કરી દેવામાં આવ્યા છે, જે જૂની સબસિડી દરથી 5 હજાર રૂપિયા પ્રતિ Kwh વધારે છે.

અધિસૂચનામાં આગળ કહેવાં આવ્યું છે કે ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ઇન્સેન્ટીવ વ્હીકલ ખર્ચનો 40 ટકા સુધી રહેશે. ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર પર સબસિડી સિવાય સરકાર મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રિક બસો અને થ્રી-વ્હીલર્સને પણ ખરીદશે. એ હેઠળ EESLને ત્રણ લાખ ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર્સ ખરીદવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. એ સિવાય EESL મુંબઈ, પૂણે, ચેન્નાઈ, કોલકાતા, સુરત, અમદાવાદ, દિલ્હી, હૈદરાબાદ અને બેંગ્લોર સહિત 9 શહેરોમાં ઇલેક્ટ્રિક બસોની માગણી વધારશે.

ફેમ ટૂ યોજનામાં નિર્ધારિત 10 હજાર કરોડ રૂપિયાની સબસિડીથી, ટૂ-વ્હીલર વાહનના સૌથી મોટા લાભાર્થી છે, પરંતુ ફાયદો માત્ર એ લોકો પર લાગુ થાય છે કે એક વખતે ચાર્જ કરવા પર ઓછામાં ઓછા 80 કિલોમીટરની રેન્જ આપે છે અને 250 વૉટ કે તેનાથી વધારે ઇલેક્ટ્રિક મોટર પર ચાલીને ઓછામાં ઓછા 40 કલાક પ્રતિ કલાકની ટોપ સ્પીડ સાથે આવે છે. આ નિર્ણય બાદ બેંગ્લોર સ્થિત એથર એનર્જી દ્વારા 450Xની કિંમતમાં 14 હજાર 500 રૂપિયાના ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે જે એક મોટો ઘટાડો છે. એથર 450 પ્લસ અને 450X બંને પર લાભ મળશે, જેની કિંમત હવે 1 લાખ 35 હજાર (એક્સ શોરૂમ)ની આસપાસ શરૂ થવી જોઈએ.

ફેમ ટૂમાં કરવામાં આવેલા બદલાવમાં ઇન્સેન્ટીવ અમાઉન્ટ વધારવાનો અર્થ છે કે 1 કિલોવોટ બેટરીવાળી ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર પર 15 હજાર રૂપિયાનું ઇન્સેન્ટીવ મળશે. 2 કિલોવોટવાળી બેટરીવાળી ટૂ-વ્હીલર પર 30 હજાર અને 3 કિલોવોટવાળા ટૂ-વ્હીલર પર 45 હજાર રૂપિયાનું ઇન્સેન્ટીવ મળશે. તેનાથી ટૂ-વ્હીલરની કિંમતોમાં કંપનીના માર્જિનના હિસાબે ઘટાડો થશે. ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર્સ માટે રાજ્યના સ્વામિત્ત્વવાળી એનર્જી એફિશિંએંસી સર્વિસિસ (EESL) અલગ અલગ યુઝર સેગમેન્ટ માટે 3 લાખ ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર્સની કુલ ડિમાન્ડ રજૂ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp