સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામાને લઇ સૌરભ પટેલે આપી પ્રતિક્રિયા

PC: facebook.com/SaurabhPatel.Dalal

વડોદરાના ભાજપના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે પોતાના વિસ્તારમાં વિકાસના કામ ન થતા હોવાના આક્ષેપો સાથે ધારસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું હતું. રાજીનામાં પછી તેમને ઉર્જા મંત્રી સૌરભ પટેલની સામે આક્ષેપો કર્યા હતા કે, ઉર્જા મંત્રી સૌરભ પટેલને વારંવાર રજૂઆત કરી હતી છતાં પણ તેમની પાસેથી કોઈ સંતોષકારણ જવાબ નથી મળી રહ્યા.

આ બાબતે સ્પષ્ટતા કરતા ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, વીજળીના અનેક પ્રશ્નો અમારી પાસે આવતા હોય છે અને અમે તેનો ઉકેલ લાવતા હોઈએ છીએ. નગરપાલિકાના બીલો માટે સ્ટ્રીટ લાઈટ કપાઈ એટલે કેતનભાઈનો મારા પર ફોન આવ્યો હતો અને તેમને મને કહ્યું કે, અત્યારેને અત્યારે વીજળી ચાલુ કરોદો એટલે મે પૂછ્યું ભાઈ તમે તમારા ચીફ ઓફિસરને કહો કોરા ચેક આપે જેટલા મહિનાના હપ્તા જોઈએ એમાં અમારે કોઈ વાંધો નથી. દરેક નગરપાલિકા આ પ્રમાણે કરતુ હોય છે.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, તેમને પણ મને એમ કહ્યું કે, અધિકારીઓ સાથે પણ મારે આ બાબતે વાત થઇ છે અમે ફોર્વડેડના ચેક આપવા માટે વિનંતી કરી છે અને તેમને સંમતિ દર્શાવી નથી. એટલે આખો વિષય આ જ હતો બાકી મારે એમની જોડે કોઈ ચર્ચા થઇ નથી. કેતનભાઈ સીનીયર ધારસભ્ય છે અને તેમને પણ જાણકારી છે કે, નગરપાલિકાની અંદર આવા પ્રશ્નો આવતા હોય છે. તેનો પછી જ ઉકેલ આવે છે.

ઉલ્લેખનીય છે કે, સાવલી નગરપાલિકાનું વીજબીલ 56 લાખ રૂપિયા ભરવાનું બાકી હતું. જેથી વીજ કંપની દ્વારા સાવલીની સ્ટ્રીટ લાઈટનું કનેક્શન કાપી નાંખવામાં આવ્યું હતું. વીજ કનેક્શન કપાતા એક અઠવાડિયા સુધી સાવલી નગર અંધારામાં ગરકાવ થઇ ગયું હતું. આ બાબતે ધારાસભ્ય કેતન ઈનામદારે વીજ કંપનીના ચેરમેનને રજૂઆત કરતા કોઈ નિરાકરણ ન આવતા સમગ્ર મામલો ઉર્જા પ્રધાન સૌરભ પટેલ પાસે પહોંચ્યો હતો, છતાં પણ વીજળીના પ્રશ્નનું કોઈ નિરાકરણ આવ્યું નહોતું તેથી ધારાસભ્ય કેતન ઈનામદારની નારાજગી વધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp