પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડયૂટી ઓછી કરવાથી શું થશે?

PC: qz.com

રેટિંગ એજન્સી મૂડીઝે સાવધાન કર્યા છે કે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડયૂટીમાં કોઈ પણ પ્રકારના ઘટાડા પર સરકારી ખર્ચમાં પણ તેટલો જ ઘટાડો ન કરવામાં આવ્યો તો ફિસ્કલ ડેફિસિટ ખૂબ પ્રભાવિત થશે.

સરકાર પર આ સમયે પેટ્રોલ અને ડીઝલની કિંમતો નીચે લાવવા માટે એક્સાઇઝ ડયૂટીમાં ઘટાડો કરવાનો દબાવ વધી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલની કિંમત ખૂબ વધુ છે તેથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી ગયા છે.
સરકારી અનુમાન અનુસાર પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડયૂટીમાં પ્રત્યેક 1 રૂપિયાના ઘટાડાથી લગભગ 13 હજાર કરોડ રૂપિયાની રેવેન્યૂનું નુકસાન થશે. મૂડીઝે કહ્યું છે કે ભારત માટે સૌથી મોટી ચેલેન્જ રાજકોષીય સ્થિતિ મજબૂત કરવાની છે જે અન્ય BAA રેટિંગવાળા દેશોની સરખામણીએ ખૂબ નબળી છે.

Moody's sign on 7 World Trade Center tower in New York

મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસના વાઇસ પ્રેસિડન્ટ અને સીનીયર ક્રેડિટ ઓફિસર વિલિયમ ફોસ્ટરે કહ્યું કે રેવેન્યૂમાં કોઈ પણ પ્રકારના ઘટાડા (પછી તે પેટ્રોલ, ડીઝલ પર એક્સાઇઝ ડયૂટીમાં ઘટાડો કે અન્ય રીતે હોય)ની ચુકવણી માટે ખર્ચમાં કાપ જરૂરી છે.

ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોષીય ખાધને કુલ ઉત્પાદન (GDP)ના 3.3 ટકા સુધી લાવવાનું લક્ષ્ય સરકારે રાખ્યું છે. જણાવી દઈએ કે છેલ્લા નાણાકીય વર્ષ (2017-18)મા, સરકારની રાજકોષીય ખાધ 3.53 ટકા હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp