દિલ્હીમાં કેજરીવાલ, ગુજરાતમાં મોદી તો હિમાચલમાં દુવિધા, Exit Pollના 5 સંદેશ

PC: businesstoday.in

ત્રણ રાજ્ય, અનેક સમીકરણ... ગુજરાત-હિમાચલ અને દિલ્હી એમસીડી ચૂંટણીના પરિણામમાં ભલે વાર હોય પરંતુ, એક્ઝિટ પોલે આ રાજ્યોમાં બદલાયેલા રાજકીય સમીકરણોનો સંકેત આપી દીધો છે. એક્ઝિટ પોલ અનુસાર, ગુજરાતમાં BJP પોતાનો દબદબો કાયમ રાખવામાં સફળ રહ્યું છે તો હિમાચલમાં ખરાખરીનો જંગ હોવા છતા BJP બેઅસર દેખાઈ રહી છે તો AAPની આ આંધી BJPના બધા સમીકરણ ફેલ કરતી દેખાઈ રહી છે. એક્ઝિટ પોલના આ આંકડા જો ચૂંટણી પરિણામોમાં તબ્દીલ થઈ જાય તો એ સ્પષ્ટ થઈ જશે કે ભવિષ્યના રાજકારણનો માર્ગ કઈ તરફ જશે? ત્રણેય રાજ્યોના એક્ઝિટ પોલનો મોટો સંદેશ શું છે, કયા બદલાવોનો ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે અને તેના દૂરગામી સંકેત કયા છે, તેની પાંચ મોટી વાતો જણાવીએ.

BJP માટે શું સંદેશ?

ગુજરાતમાં BJPનો કિલ્લો સમય સાથે વધુ મજબૂત થતો જઈ રહ્યો છે. આ વાત ઈન્ડિયા ટુડે એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલના પરિણામે સાબિત કરી દીધુ. છેલ્લાં 27 વર્ષોથી સત્તામાં રહેલું BJP ફરી એકવાર ગુજરાતમાં રેકોર્ડ તોડરીતે ભલે સત્તામાં પાછું આવતું દેખાઈ રહ્યું છે પરંતુ, હિમાચલ અને દિલ્હી એમસીડીની સત્તા તેના હાથોમાંથી નીકળતી દેખાઈ રહી છે. આ BJP માટે રાજકીયરીતે મોટો ઝટકો છે. હિમાચલમાં પાંચ વર્ષથી તે સત્તામાં છે જ્યારે દિલ્હી એમસીડીમાં BJP 15 વર્ષોથી છે. આ વખતે દિલ્હીની ત્રણેય એમસીડીનું એકીકરણ કરીને ચૂંટણી લડી હતી. તેમ છતા BJP પોતાનું વર્ચસ્વ કાયમ ના રાખી શકી.

હિમાચલ અને એમસીડી ચૂંટણીના એક્ઝિટ પોલનો રાજકીય સંદેશ સ્પષ્ટ છે કે BJP દરેક ચૂંટણી નરેન્દ્ર મોદીના નામ અને ચહેરા પર ના જીતી શકે. રાજ્યો અને નગરપાલિકાઓએ પણ કામ કરવું પડશે. એક વાત સ્પષ્ટ છે કે, PM મોદીના નામ પર ભીડ તો ભેગી થઈ શકે છે પરંતુ, વોટ સરકારના કામ પર જ મળશે.

કોંગ્રેસનો વિકલ્પ AAP

ગુજરાત, હિમાચલ પ્રદેશ અને દિલ્હીમાં ચૂંટણીમાં સૌથી મોટો રાજકીય ઝટકો કોંગ્રેસને લાગ્યો છે. કોંગ્રેસ ભલે હિમાચલમાં સત્તામાં ફરીથી આવતી દેખાઈ રહી છે પરંતુ, અહીં સાડા ત્રણ દાયકાથી દર પાંચ વર્ષ પર સત્તા પરિવર્તનનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. હિમાચલમાં કોંગ્રેસ અને BJPની વચ્ચે કાંટાની ટક્કર જણાવવામાં આવી રહી છે પરંતુ, તેના માટે સૌથી મોટી ચિંતા આમ આદમી પાર્ટી બની ગઈ છે. દેશમાં એક પછી એક રાજ્યમાં કોંગ્રેસની રાજકીય જમીન પર આમ આદમી પાર્ટી કબ્જો કરતી દેખાઈ રહી છે. રાજ્યોમાં લોકો માટે BJPની સામે કોંગ્રેસનો વિકલ્પ આમ આદમી પાર્ટી બની રહી છે.

દિલ્હી નગર નિગમમાં કોંગ્રેસે હારનો સામનો કરવો પડી રહ્યો છે તો ગુજરાતમાં હાર મળી રહી છે. દિલ્હીમાં કોંગ્રેસનો રાજકીય આધાર સંપૂર્ણરીતે આમ આદમી પાર્ટીમાં શિફ્ટ થતો જઈ રહ્યો છે. દિલ્હીમાં BJPના પોતાના 35 ટકા વોટ તેની સાથે છે, પરંતુ કોંગ્રેસના વોટ AAPમાં સંપૂર્ણરીતે શિફ્ટ થઈ ગયા છે. એવી જ રીતે ગુજરાતમાં પહેલીવાર ઉતરેલી આમ આદમી પાર્ટી કોંગ્રેસના વોટ ખાઈને પોતાની દમદાર હાજરી નોંધાવવામાં સફળ થતી દેખાઈ રહી છે. આપને ગુજરાતમાં 20 ટકા વોટ મળવાનું અનુમાન છે. આ રીતે ગુજરાતમાં દરેક પાંચમો વોટ કેજરીવાલની પાર્ટીને મળ્યો છે.

બ્રાન્ડ કેજરીવાલ મજબૂત

દિલ્હી એમસીડી ચૂંટણીમાં પ્રચંડ બહુમત સાથે આમ આદમી પાર્ટીને મળી રહેલી જીત બ્રાન્ડ કેજરીવાલને રાજકીયરીત મજબૂત કરશે. કેજરીવાલે વિપરીત પરિસ્થિતિઓ છતા દિલ્હીમાં BJPને માત આપી અને ગુજરાતમાં 20 ટકાની આસપાસ વોટ હાંસલ કરવામાં સફળ રહ્યા, તેને કારણે બ્રાન્ડ કેજરીવાલને વધુ મજબૂતી મળશે તેમજ તેમનું રાજકીય કદ વિપક્ષી મંચ પર વધુ વધવાની સંભાવના છે. દેશમાં PM મોદી બાદ અરવિંદ કેજરીવાલ જ સૌથી મોટા ચહેરા તરીકે ઉભર્યા છે. આમ આદમી પાર્ટી દિલ્હી એમસીડીની સત્તાના સિંહાસન પર એવા સમયે બેસ્યા છે જ્યારે દોઢ વર્ષ બાદ લોકસભાનીં ચૂંટણી યોજાવાની છે.

એમસીડી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કેજરીવાલના નામ અને કામ પર વોટ માંગ્યા છે. આમ આદમી પાર્ટીએ દિલ્હી એમસીડી ચૂંટણીમાં CM કેજરીવાલના ચહેરા પર ચૂંટણી લડ્યા હતા અને આખો પ્રચાર પણ તેમના નામ પર કેન્દ્રિત હતો. દિલ્હીમાં કેજરીવાલના ઉમેદવાર, એમસીજીમાં કેજરીવાલ લાઓ દિલ્હી સે કચરે કા પહાડ હટાઓ અને હવે એમસીડીમાં પણ કેજરીવાલ. આ રીતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પણ કેજરીવાલના નામ પર ચૂંટણી લડી હતી અને તેમના નામ પર જ વોટ માંગ્યા હતા. એ પણ ત્યારે જ્યારે દિલ્હીમાં BJP એ હિંદુ વોટોના ધ્રુવિકરણ માટે મસ્જિદના ઈમામને સેલેરી આપવાને લઈને દિલ્હી દંગા સુધીના મુદ્દા ઉછાળવામાં આવ્યા, પરંતુ કેજરીવાલની રણનીતિ આગળ એક પણ કામ ના આવી શકી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp