ગાડી ભરીને ભોજન સામગ્રી, કૂલર લઈને રસ્તાં પર ઉતર્યા ખેડૂતો

PC: ANI

પંજાબમાં ખેડૂતોએ ફરી દિલ્હી જેવું આંદોલન શરૂ કર્યું છે. તેઓ પોતાની શરતો ભગવંત માન સરકાર પાસે મનાવવા માટે આ આંદોલન કરી રહ્યાં છે. ખેડૂતોએ એક વર્ષથી વધુ સમય માટે દિલ્હીની બોર્ડર પર આંદોલન કર્યું હતું. ત્યાર બાદ કેન્દ્ર સરકારે તેમના ઘૂંટણ ટેકવા પડ્યા હકા અને કૃષિ કાયદાને પાછા ખેંચવા પડ્યા હતા.

પંજાબમાં 23 ખેડૂત સંગઠનોએ ભગવંત માન સરકાર વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું છે. તેમણે ચંદીગઢ તરફ આગળ વધવાનું શરૂ કર્યું હતું. જોકે પોલિસે બેરિકેટ લગાવીને તેમને અટકાવવાની નાકામ કોશિશ કરી હતી. પોલિસ સાથે તેમની તકરાર થતાં તેમણે ત્યાં જ ધરણા કરવાના શરૂ કરી દીધા હતા. તેઓ તેમની સાથે ટ્રેક્ટરના ટ્રેલરમાં ખાવાની સામગ્રી, ગાદલા, પંખા, કૂલર અને ભોજન બનાવવા માટે ગેસ સિલિન્ડર જેવી જરૂરી સામગ્રીઓ લઈને આવ્યા હતા.

પોલિસે તેમને ચંદીગઢમાં પ્રવેશ કરવા નહોતા દીધા અને ચંદીગઢ-મોહાલી બોર્ડર પર જ તેઓ ઘરણા કરવા બેસી ગયા હતા. આ દરમ્યાન એક ખેડૂતે કહ્યું હતું કે તેની અગિયાર ડિમાન્ડ પૂરી ન થાય ત્યાં સુધી તે આંદોલન ચાલુ રાખશે. આ દરમ્યાન કિસાન નેતાએ તેમને શાંતિપૂર્વક આંદોલન કરવા માટે વિનંતી કરી છે.

ખેડૂતોએ લીલા ચણા સહિત 23 પાક પર 500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કોમ્પેનસેશન, ઘઉંના એક્સપોર્ટ પરથી બેન હટાવવા, વિજળીને લઈને થતિ સમસ્યાને નાની-નાની ઘણી ડિમાન્ડ કરી છે. રાજ્ય સરકાર વિરુદ્ધ પ્રદશન કરવાથી પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા ખેડૂત સંગઠનોની ટીકા કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે કોઈ પણ વિષય પર ચર્ચા કરવા માટે તેમના દરવાજા હંમેશાં ખુલ્લા છે, પરંતુ ખેડૂતોનું આ વર્તન સ્વીકાર્ય નથી.

આ આંદોલનમાં ભાગ લેનાર એક ખેડૂતો ઘઉં માટે 500 રૂપિયા બોનસની ડિમાન્ડ કરી છે. આ માટે સીએમ એ સહમતી દેખાડી હતી, પરંતુ એ માટે કોઈ જાહેરાત નથી કરી. ખેડૂતોએ બાસમતિ મગની દાળ પર એમએસપી માટે અધિસૂતનાની ડિમાન્ડ કરી છે. તેમજ વીજળીના પ્રીપેડ મિટર ન લગાવવાની પણ ડિમાન્ડ કરી છે. ડિમાન્ડ પૂરી ન થાય ત્યાં સુધી તેઓ ચંદીગઠમાં દિલ્હી જેવું જ પ્રદશન કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp