જામનગરના માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોનો હોબાળો

PC: theayurveda.org

જામનગર હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. ખેડૂતોને યાર્ડ આવવા માટેના મેસેજ ન મળતા હોઈ તેમજ યોગ્ય ખરીદ પ્રક્રિયા થતી ન હોવાના મુદે ખડૂતો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. જામનગરમાં હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની હરાજીને લઈ ખેડૂતોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે તંત્ર દ્વારા તેમને મેસેજ મળતા નથી. યોગ્ય ખરીદ પ્રક્રિયા થતી ન હોવાના મુદ્દે ખડૂતો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. ત્યારે માર્કેટિંગ યાર્ડમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવા આવેલા કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ આ અંગે જણાવ્યું હતું કે અધિકારીઓ દ્વારા 40 ખેડૂતોની ખરીદી કરવાની હોય છે અને 50 ખેડૂતોને યાર્ડેમાં બોલાવે છે. તેમજ કેટલાક ખેડૂતોની મગફળી નીતિ નિયમ મુજબ હોવા છતાં રિજેક્ટ કરવામાં આવે છે. માટે ધારાસભ્ય વલ્લભ ધારવિયા પોતે હાજર રહી સેમ્પલીંગ કરાવ્યા હતા.

જ્યારે ભાજપના જ જામનગર જિલ્લા પ્રમુખ અને પૂર્વ સંસદ ચંદ્રેશ પટેલે અધિકારીઓની ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે અધિકારીઓ ખેડૂતને ખોટી રીતે હેરાન કરે છે, તેમજ સરકારની યોજનાની પ્રસંશા કરતા તેમણે કહ્યું હતું કે, સરકારની સારી કામગીરી છે સરકાર સફળ થાય તેવું અધિકારી ઈચ્છતા નથી.

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં લાભ પાંચમથી ટેકાના ભાવે ખરીદી કરવાની શરૂઆત કરવામાં આવી છે અને તેને લઈને ફરી એક વખત ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. કેટલાક ખેડૂતોની મગફળી લેવા લાયક હોવા છતાં પણ તેની મગફળીને અધિકારીઓ દ્વારા રીજેક્ટ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp