કેનાલમાં ગાબડા પડતાં રોષે ભરાયેલા ખેડૂતે સમારકામ કરતા પહેલા કરી આ માગ

PC: youtube.com

કેનાલમાં ભંગાણ થતા બનાસકાંઠાના એક ખેડૂતનો પાક કેનાલના પાણીના કારણે નિષ્ફળ થયો હતો. તેથી તેણે કેનાલના રીપેરીંગની કામગીરી અટકાવી હતી અને માગ કરી હતી કે, પહેલા વળતર આપો અને પછી કેનાલનું કામ શરૂ થશે.

એક રિપોર્ટ અનુસાર, બનાસકાંઠામાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે નર્મદા નિગમ દ્વારા બનાવામાં આવેલી કેનાલનું નામ ખેડૂતોએ ગાબડા કેનાલ રાખ્યું છે. કેનાલમાં વારંવાર ગાબડા પડવાના કારણે ખેડૂતોની સ્થિતી કફોળી બની ગઈ છે. એક તરફ ચોમાસામાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાવાના કારણે ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે-જ્યારે સરકાર દ્વારા નર્મદાની કેનાલમાં પાણી છોડવામાં આવે છે, ત્યારે કેનાલમાં મોટાં-મોટાં ગાબડાં પડે છે. જેના કારણે સિંચાઈનું લાખો લીટર પાણી ખેડૂતોના ખેતરમાં ઘૂસી જાય છે અને ખેતરનું ધોવાણ થાય છે. જેના કારણે ખેડૂતનો પાક નિષ્ફળ થાય છે. આ બાબતે રોષે ભરાયેલા ખેડૂતોએ વારંવાર જિલ્લા કલેક્ટરને અરજી કરી, પરંતુ ખેડૂતોની સમસ્યાનું કોઈ નિરાકરણ આવતું નથી.

વારંવાર કેનાલમાં ગાબડા પડવાના કારણે ખેડૂતો હવે પોતાના ખેતરમાંથી પસાર થતી કેનાલના રીપેરીંગનું કામ પણ અટકાવી રહ્યા છે. આ પ્રકારનો કિસ્સો વાવમાં સામે આવ્યો છે. જ્યારે નર્મદાની કેનાલમાં પાણી છોડવામાં આવ્યું ત્યારે વાવના એક ખેડૂતના ખેતરની બાજુમાંથી પસાર થતી કેનાલમાં 50 ફૂટનું ગાબડું પડતા તેનો પાક નિષ્ફળ થયો હતો. તેથી જ્યારે નર્મદા નિગમના અધિકારીઓ JCB લઇને કેનાલનું સમારકામ કરવા માટે આવ્યા ત્યારે ખેડૂતે કેનાલનું સમારકામ અટકાવીને માંગણી કરી હતી કે, પહેલા તેના નિષ્ફળ થયેલા પાકના પૈસા આપવામાં આવે અને ત્યારબાદ તે કેનાલનું સમારકામ કરવા દેશે.

ખેડૂતે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કેનાલમાં ગાબડું પડવાના કારણે 20થી 25 બોરી ગુવાર બળી ગયો હતો અને હવે જયારે JCB અહીંયા કેનાલના રીપેરીંગનું કામ કરવા માટે આવ્યું છે ત્યારે મને બળી ગયેલા પાકના પૈસા આપવામાં આવશે ત્યારે કેનાલનું રીપેરીંગ કામ કરવા દેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp