વિધીના બહાને સસરો પુત્રવધુના શરીર પર ચંદન, ઘી અને કાળા તલના તેલથી કરતો હતો મસાજ

PC: hotelsoldanelles.com

ઘણીવાર સાસરિયાઓ દ્વારા પરિણીતાને ત્રાસ આપીને ઘરની બહાર કાઢી મુકવાના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે, ત્યારે અમદાવાદમાં આ પ્રકારનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સસરો પુત્રવધુના શરીર પર વિધિના બહાને ચંદન, ઘી અને કાળા તલના તેલથી મસાજ કરતો હતો અને મસાજની આડમાં કેટલીકવાર છેડતી કરતો હોવાના આક્ષેપો પરિણીતા દ્વારા કરવામાં આવ્યા છે. પરિણીતાએ આ બાબતે વિરોધ કરતા તેને સાસરીયાવાળાઓએ ઘરમાંથી કાઢી મૂકી હતી. આ સમગ્ર મામલે પરિણીતાએ ન્યાય મેળવવા માટે અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનમાં પતિ, સસરા, સાસુ, નણંદ અને દીયર સામે ફરિયાદ નોંધાવી હતી.

એક રિપોર્ટ અનુસાર, 28 વર્ષની પ્રિયાના લગ્ન ઓગસ્ટ 2018માં મિતેશ નામના યુવક સાથે થયા હતા. લગ્નના થોડા દિવસ પછી મિતેશના પરિવારજનોએ પ્રિયાને અલગ અલગ રીતે ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. લગ્ન પછી પ્રિયાને બાળક ન થતું હોવાથી સારીયાવાળા તેને ખૂબ પરેશાન કરતા હતા. પ્રિયાને સંતાન થાય તે માટે મિતેશના પરિવારજનોએ વિધી કરાવવાનું નક્કી કર્યું હતું અને આ વિધી કરવા માટે મિતેશના પિતા એટલે કે, પ્રિયાના સસરાએ પ્રિયાના શરીર પર ચંદન, ઘી અને કાળા તલના તેલથી મસાજ કરવાનું હતું.

મિતેશે પણ પ્રિયાને કહ્યુ હતું કે, મારા માતા-પિતા જેમ કહે તેમ તારે કરવાનું તારી ઉપર વિધી કરવાનું કહે તો પણ કરવા દેવાની. પતિની આ વાત સાંભળીને પ્રિયા તેના સાસુ-સસરા કહે તેમ જ કરતી હતી. પ્રિયાના સસરા વિધી કરવાના બહાને તેને બેડરૂમમાં લઇ જતા હતા અને પ્રિયાના શરીર પર ચંદન, ઘી અને કાળા તલના તેલથી મસાજ કરતા હતા. કેટલીકવાર સસરો એકાંતમાં છેડતી પણ કરતો હતો. તેથી પ્રિયાએ સસરાની આ કરતુતનો પ્રતિકાર કર્યો હતો, ત્યારે મિતેશના પરિવારજનોએ પ્રિયાને સંતાન વગરની કહીને ઘરમાંથી કાઢી મુકી હતી અને છુટાછેડા આપવાનું કહ્યું હતું.

સાસરીયાઓના ત્રાસથી કંટાળીને અંતે પ્રિયાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પતિ, સસરા, સાસુ, નણંદ અને દીયર સામે ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. (પાત્રોના નામ બદલ્યા છે.)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp