ગુજરાતના લોકોએ 70 કરોડથી વધુ વાર કોરોના બાબતે ઇન્ટરનેટ પર સર્ચ કર્યુ

PC: bwbx.io

દેશ અને રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોનાનું સંક્રમણ રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ કોરોનાની મહામારી વચ્ચે લોકો પણ કોરોનાથી બચવાના ઉપાયો શોધી રહ્યા છે અને ઇન્ટરનેટના માધ્યમથી નવી નવી માહિતી મેળવી રહ્યા છે. કોરોનાની બીજી લરહે લોકો માટે ખૂબ જ ઘાતક સાબિત થઈ છે. પોઝિટિવ કેસોની સાથે-સાથે મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી અને એપ્રિલની શરૂઆતમાં કોરોનાનો ભયાનકચિત્ર લોકોની સામે આવ્યુ છે. રાજ્યની મોટાભાગની હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ફૂલ થઈ ગઈ છે એટલે દર્દીઓને પણ સારવાર લેવા માટે વેઇટિંગ કરવું પડી રહ્યું છે.

ત્યારે કોરોનાની મહામારી વચ્ચે લોકો ઈન્ટરનેટની મદદથી કોરોનાથી કેવી રીતે બચી શકાય અથવા તો કોરોનાનું અપડેટ મેળવી રહ્યા છે. ગુજરાતમાં 70.15 કરોડ કરતાં વધારે લોકોએ કોરોનાની માહિતી મેળવવા માટે ઇન્ટરનેટ પર સર્ચ કર્યુ હતું અને 70.15 કરોડમાંથી 9.50 કરોડ વખત સુરતમાંથી કિવર્ડ સર્ચ થયો છે. સાથે જ અભ્યાસ દરમિયાન એવી પણ માહિતી સામે આવી છે કે કોરોનાની સાથે-સાથે બંગાળ ઇલેક્શન અને IPL આ ત્રણ વસ્તુઓ ઇન્ટરનેટ પર વધારે ટ્રેન્ડમાં ચાલી રહી છે.

ઇન્ટરનેટ પર સર્ચ થયેલા અલગ-અલગ કોવર્ડની માહિતી નીચે પ્રમાણે છે. ગુજરાતમાં કોરોના વાયરસ નામનો કિવર્ડ 18,78,21,189 વાર સર્ચ થયો છે. કોરોના સિમટમ્સ નામનો કિવર્ડ 17,92,10,249 વાર સર્ચ થયો છે. કોવિડ ટ્રીટમેન્ટ નામનો કિવર્ડ 15,29,15,788 વાર સર્ચ થયો છે. કોરોના વાયરસ કેસ ઇન ગુજરાત કિવર્ડ 12,20,05,116 વાર સર્ચ થયો છે. કોવિડ ન્યુ સ્ટ્રેન નામનો કિવર્ડ 5,95,57,592 વાર સર્ચ થયો છે. આમ કોવિડને લગતા કિવર્ડ 70,15,09,979 વાર સર્ચ થયા છે.

આ કિવર્ડમાંથી સુરતમાં કોરોના વાયરસ નામનો કિવર્ડ 3,20,43,341 વાર સર્ચ થયો છે. કોરોના સિમટમ્સ નામનો કિવર્ડ 3,07,12,094 વાર સર્ચ થયો છે. કોવિડ ટ્રીટમેન્ટ નામનો કિવર્ડ 1,72,33,513 વાર સર્ચ થયો છે. કોરોના વાયરસ કેસ ઇન ગુજરાત કિવર્ડ 97,19,140 વાર સર્ચ થયો છે. કોવિડ ન્યુ સ્ટ્રેન નામનો કિવર્ડ 53,17,825 વાર સર્ચ થયો છે.

ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં કોરોનાનો કહેર ખૂબ જ વધ્યો છે. સરકાર દ્વારા કોરોનાણે કાબૂમાં લેવા માટેના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તો કેટલીક જગ્યાઓ પર લોકો દ્વારા પણ સ્વયંભૂ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે અને સરકાર દ્વારા 36 શહેરોમાં કેટલાક પ્રતિબંધો લગાવ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp