પ્રધાનમંત્રી મોદી સાથેની બેઠક બાદ જાણો મમતા બેનરજીએ શું કહ્યું?

PC: aajtak.in

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સોમવારે સાંજે દિલ્હી પહોંચી ગઇ હતી.CM મમતા બેનરજી સાથે પ્રશાંત કિશોર અને કોંગ્રેસ નેતા કમલનાથે મુલાકાત કરી હતી. કમલનાથ મમતાને મળવા દિલ્હીમાં સાઉથ એવેન્યૂમાં આવેલા ઘરે મળવા પહોંચ્યા હતા. કોંગ્રેસના અન્ય નેતાઓ પણ મમતાને મળવા પહોંચ્યા હતા. સાથે જ મંગળવારે સાંજે મમતા બેનરજી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા હતા.

મમતા બેનરજી 5 દિવસની દિલ્હીની મુલાકાતે આવ્યા છે તેને કારણે રાજકારણ ગરમાયું છે. કારણ કે, મમતા મોદી સરકાર સામે મોરચો માંડવા માટે વિરોધ પક્ષને ભેગા કરી રહ્યા છે. મમતાના દિલ્હી આગમન પછી તેમની મુલાકાતનો દૌર ચાલુ રહ્યો છે. કોંગ્રેસના નેતા કમલનાથથી માંડીને અભિષેક સિંઘવી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ મમતાના દરબારમાં હાજરી પુરાવી આવ્યા છે.

PMની મુલાકાત પછી મમતા બેનરજીએ કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ટીએમસીએ ત્રીજી વખત સરકાર બનાવ્યા પછી પ્રધાનમંત્રી મોદી તે વખતે કલાઇકુંડા આવ્યા હતા,પણ ત્યારે તેમની સાથે  વ્યકિતગત મુલાકાત થઇ શકી નહોતી. આજે અમારી સૌજન્ય મુલાકાત હતી.

મમતા બેનરજીએ કહ્યું હતું  આજે પ્રધાનમંત્રી મોદી સાથેની મુલાકાતમાં મેં રજૂઆત કરી હતી કે અમારા રાજયની વસ્તી કરતા ઓછી વેકસીન મળી છે તો, PM મોદીએ કહ્યું હતું કે જરૂર આ બાબતે ધ્યાન આપીશું.

મમતાએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી સાથેની મેરેથોન બેઠકમાં રાજયનું નામ બદલવા બાબતે પણ ચર્ચા થઇ હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતાએ કહ્યું હતું કે PM મોદી સાથે બંગાળની ચૂંટણી બાબતે કોઇ ચર્ચા થઇ નહોતી. બંગાળમાં ત્રીજી વખત સરકાર બનાવ્યા પછી PM મોદી સાથે આ માત્ર સૌજન્ય મુલાકાત હતી.

પશ્ચિમ બંગાળમાં સતત ત્રીજી વખત વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવ્યા પછી મમતા બેનરજી હવે રાષ્ટ્રીય રાજકારણમાં પગંદંડો જમાવવાની તૈયારીમાં પડી ગયા છે. કેન્દ્રની મોદી સરકાર સામે વિપક્ષોને એકજૂટ કરવા માટે મમતા દિલ્હી પહોંચ્યા છે.

આવતી કાલે મમતા બેનરજી કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને શરદ પવારને પણ દિલ્હીમાં મળવાના છે. મમતા બેનરજી 5  દિવસના દિલ્હીના પ્રવાસે છે અને તેમાં કોંગ્રેસના  મોટા નેતાઓ સાથેની મુલાકાત અને વિપક્ષોને ભેગા કરવાનું કામ  દીદી કરવાના છે.પશ્ચિમ બંગાળના રાજકારણમાં 3 ટર્મથી મુખ્યમંત્રી બનેલા મમતાની નજર હવે પ્રધાનમંત્રીની ખુરશી પર હોવાનું જાણકારો કહી રહ્યા છે. જો કે પ્રાદેશિક રાજકારણમાં દબદબો જમાવનારા મમતા નેશનલ  લેવલના રાજકારણમાં કેટલી સફળતા મેળવે છે તે સમય જ કહેશે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp