સંસદની કેન્ટીનમાં સબસિડી ખતમ, જાણો ભજિયા, ઢોસા, બિરયાની કેટલામાં મળશે

PC: english.jagran.com

સંસદ બજેટ સત્ર 29 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે, પરંતું એ પહેલાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ મહત્ત્વનો નિર્ણય જાહેર કરીને સંસદની કેન્ટીનમાં ખાવા પર મળતી સબસીડીને ખતમ કરી નાંખી છે. એની સાથે જ વાનગીનું લિસ્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. હવેથી સંસદની કેન્ટીનમાં શાકાહારી થાળીના 100 રૂપિયા અને 700 રૂપિયામાં નોનવેજ બુફે લંચ મળશે.સંસદની કેન્ટીનમાં થાળી પર મળતી સબસીડી ખતમ કરવાની ઘણા વખત માંગ થતી રહેતી હતી.

સંસદની કેન્ટીન માટે જે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે તેની પર નજર નાંખીએ તો ખબર પડે કે  હવે સસ્તી માત્ર રોટલી જ રહી ગઇ છે. એક રોટલીની કિંમત 3 રૂપિયા નક્કી કરવામાં આવી છે. નોનવેજ બુફે લંચ માટે હવે 700 રૂપિયા ખર્ચવા પડશે. ચિકન બિરયાની માટે 100 રૂપિયા, ચિકન કઢી માટે 75 રૂપિયા, પ્લેન ઢોસા માટે 30 રૂપિયા, મટન બિરયાની 150માં મળશે. વેજીટેબલ પકોડા માટે 50 રૂપિયા ખર્ચવા પડશે.

આ પહેલા લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કેન્ટીન સબસિડી ખતમ કરવાની જાણકારી  આપતા કહ્યું હતું કે સાંસદો અને અન્ય લોકોને મળતી સબસિડી પર સંર્પૂણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. લોકસભા બિઝનેસ એડવાઇઝરી કમિટીના બઘા પક્ષોના સભ્યોએ સબસિડી ખતમ કરવા પર સહમતિ આપી હતી. હવે કેન્ટીનમાં નિયત કરેલા ભાવ પર ભોજન મળશે.

દર વર્ષે સંસદ કેન્ટીન માટે 17 કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવતી હતી. 2017-18માં એક આરટીઆઇ પરથી જાણકારી મળી હતી કે કેન્ટીનમાં ચિકન કરી 50 રૂપિયામાં અને વેજ થાળી 35 રૂપિયામાં આપવામાં આવતી હતી. થ્રી કોર્સ લંચની કિંમત 106 રૂપિયા હતી. એટલું જ નહી, પણ સાઉથ ઇન્ડિયન ફુડમાં સાદા ઢોસા માત્ર 12 રૂપિયામાં મળતા હતા.

જો કે સબસિડી ખતમ કર્યા પછી પણ વાનગીના જે ભાવ છે તે કોઇ પણ રેસ્ટોરન્ટ કરતા સસ્તા છે. 12 રૂપિયામાં જે સાદો ઢોસો અપાતો હતો તેના 30 રૂપિયા કરવામાં આવ્યા છે. વેજ થાળીના 35 હતા તેના 100 રૂપિયા કરવામાં આવ્યા છે. કેટલાંક લોકોનું કહેવું છે કે સંસદની કેન્ટીનમાં જતા સાંસદ કે અન્ય લોકો માટે આટલા સસ્તા ભાવ પણ રાખવાની જરૂર નથી, કારણ કે કેન્ટીનમાં આવનારો પૈસે ટકે સમૃધ્ધ જ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp