આમિર ખાનની ‘લાલ સિંહ ચડ્ઢા’નું પોસ્ટર રીલિઝ, સ્ટોરી વિશે મળી આ મોટી હિંટ

PC: intoday.in

આમીર ખાનની ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન' બોક્સઓફિસ પર પીટાઈ ગઈ હતી. હવે તેની નવી ફિલ્મ 'લાલસિંહ ચઢ્ઢા' આવી રહી છે. આ ફિલ્મનું પોસ્ટર તાજેતરમાં રીલિઝ કરવામાં આવ્યું હતું. હાલ આ ફિલ્મનું શુટિંગ ચંદીગઢમાં ચાલી રહ્યું છે. ટ્વિટર એકાઉન્ટ પરથી આમીરે આ પોસ્ટર શેર કર્યું છે. ફિલ્મ '3 ઈડિયટ્સ' બાદ આમીર અને કરીના ફરી એક વખત આ ફિલ્મમાં સાથે જોવા મળશે. આ ફિલ્મ હોલિવુડની ફિલ્મ 'ફોરેસ્ટ ગમ્પ'ની હિંદી રીમેક છે, અને આ ફિલ્મ 6 ઓસ્કાર એવોર્ડ જીતી ચૂકી છે. જેમાં ટોમ હેક્સે લીડ રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મના ઓફિશિયલ રાઈટ્સ આમીર ખાન અને વાયકોમે ખરીદી લીધા છે. આ પોસ્ટરમાં આમીર ખાન ટ્રેનમાં બેઠેલો જોવા મળે છે.

આમીરના હાથમાં મિઠાઈનું એક બોક્સ છે. હવે જોવાનું એ છે કે, આ ફિલ્મની સ્ટોરી 'ફોરેસ્ટ ગંપ' જેવી જ હશે કે તેમાં કોઈ ટ્વિસ્ટ કરી દેવામાં આવશે. હાલમાં તો આ અંગે કંઈ કહી શકાય એમ નથી કારણ કે, આ ફિલ્મનું શુટિંગ હજુ ચાલી રહ્યું છે. હોલિવુડની ફિલ્મમાં ફોરેસ્ટની થીમ મુખ્ય હતી. ફોરેસ્ટ નામનો વ્યક્તિ બરાબર ચાલી શકતો નથી. માનસિક રીતે નબળો હોવાને કારણે સારું ભણી શકતો નથી. આ તમામ મુશ્કેલીઓ હોવા છતાં તે મોટું સ્વપનું જુએ છે. લીડ રોલ કરનાર એક્ટરની જિંદગીનો મોટોભાગ સૈન્યમાં પસાર થયો છે. હવે આમીર આ ફિલ્મને લઈને શું કરે છે એ જોવાનું છે. આ ફિલ્મ દેશના 100 જુદા જુદા લોકેશન પર શુટ કરવામાં આવશે. જેમાં દિલ્હી, ગુજરાત, મુંબઈ, મહારાષ્ટ્ર, કોલકાતા, બેંગ્લુરુ, હૈદરાબાદનો સમાવેશ થાય છે.

શૂટિંગના સેટ ઉપરથી પણ આમીરની કેટલીક તસવીરો સામે આવી હતી. જેમાં તેણે દાઢી વધારી છે. પોતાના લુકને લઈને આમીરે છેલ્લા છ મહિનાથી મહેનત કરી છે. હાલમાં તો ફિલ્મની રીલિઝ ડેટ જાહેર કરવામાં આવી નથી. પરંતુ, આ ફિલ્મ 2020ના અંત ભાગમાં આવે તેવા એંધાણ છે. આ ફિલ્મને લઈને આમીરે પોતાના બોડી લુક્સ અને દાઢી પર ખાસ ધ્યાન આપ્યું છે. મિસ્ટર પર્ફેક્ટનિસ્ટની એક્ટિંગ જ નહીં પણ તેના લુક્સ ઉપર પણ લોકો સેલ્યુટ કરતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp