ISIના પૂર્વ પ્રમુખે કબૂલ્યુંઃ કાશ્મીરમાં અમે બનાવી હતી હુર્રિયત

PC: freepresskashmir.com

પાકિસ્તાનની ખુફિયા એજન્સી ISIના પૂર્વ પ્રમુખ મોહમ્મદ અસદ દુર્રાનીએ આ સ્વીકાર કર્યો છે કે ઈન્ટર સર્વિસિસ ઈન્ટેલિજન્સે જ કાશ્મીર ખીણ વિસ્તારોમાં હુર્રિયતનું બીજ રોપ્યું હતું. પાકિસ્તાન તરફથી પોતાની જાતનું આ પહેલું કબૂલનામું છે.

દુર્રાની 1990થી 1992 વચ્ચે ISIના પ્રમુખ હતા, તે દરમિયાન કાશ્મીર ખીણમાં આટલા મોટા સ્તરે હથિયારબંધ અલગાવવાદીઓનું તાંડવ શરૂ થયું હતું. તેઓએ કહ્યું છે કે, મને લાગે છે કે આંદોલનનો એક રાજનૈતિક દિશા માટે હુર્રિયતનું ગઠન એક સારો વિચાર હતો. આ સંગઠનને ઊભું કરવાની જવાબદારી તેમણે પોતે લીધી છે પરંતુ તેને ખુલ્લી છૂટ આપવાનો પણ તેમને અફસોસ છે.

ખુફિયા એજન્સી અને તેમના કારનામા પર આધારિત પુસ્તક 'Spy Chronicles RAW, ISI and the Illusion of Peace' માં પત્રકાર આદિત્ય સિંહા સાથે દુર્રાની અને પૂર્વ રો પ્રમુખ એએસ દુલતની ચર્ચામાં આ વાત કહેવામાં આવી છે.

આ પુસ્તકમાં દુર્રાની અને દુલ્લત વચ્ચે કાશ્મીર, હુર્રિયત, અફઘાનિસ્તાન, ઓસામા બિન લાદેન, પરવેઝ મુશરફ, અજિત ડોભાલ, અટલ બિહારી બાજપેયી અને નરેન્દ્ર મોદીને લઈને થયેલી વાતચીત અંગેની પણ વાત કરવામાં આવી છે. તે સિવાય કાશ્મીરમાં શરૂ થયેલા આંદોલન અંગે પણ વાત કરવામાં આવી છે. હુર્રિયતની સ્થાપના માટે કે પહેલા કુપાવડામાં રહેતા અમાનતુલ્લા ગુલગિતિને મળ્યા હતા, જેમણે કાશ્મીરના પહેલા હથિયારબંધ અલગાવવાદી સમૂહ કાશ્મીર લિબરેશન ફ્રન્ટની સ્થાપનામાં મદદ કરી હતી.

હુર્રિયતની સ્થાપનાથી તહરીકને એક દિશા મળી હતી. 90ના દશક પર નજર દોડાવવા પર મને લાગે છે કે તહરીકને રાજનૈતિક દિશા આપવા માટે હુર્રિયતનું ગઠન એક સારો વિચાર હતો. પરંતુ તેની પર કાબુ ન કરવો સૌથી મોટી ભૂલ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp