અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મફત નિદાન શિબિર યોજાયો

PC: khabarchhe.com

અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા 20 એપ્રિલે મફત નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં એચસીજી હોસ્પિટલનો સહયોગ પ્રાપ્ત થયો હતો. મફત નિદાન કેમ્પનો સેંકડો દર્દીઓએ લાભ લીધો હતો.

શાંતાબા મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પ્રમુખ વસંતભાઇ ગજેરાની પ્રેરણાથી યોજાયેલા કેમ્પ અંગે સંસ્થાના ડોક્ટરોએ જણાવ્યું હતું કે મોટાપાયે લોકોને ફાયદો થાય તે રીતે માનવ સેવાની એમની ધગશને જોઇને આવું કંઇક કરવાનું નક્કી થયું અને કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.


આ કેમ્પમાં ખ્યાતનામ ડોક્ટરોએ સેવા આપી હતી જેમાં ડો. વિવેક પટેલ, (એમએસ), ડો. સુશીલ કારિયા,(એમએસ). ડો. આમિર કાજવી,(એસીએચ, સીવીટીએસ) ડો. મયૂર માત્રે (એસીએચ) એચસીજી હોસ્પિટલનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ગજેરા પરિવાર દ્વારા જુદા જુદા પ્રકારે માનવસેવા કરવામાં આવે છે. જેમાં શિક્ષણ, તબીબી સહાય, નિસહાય બાળકોનો ઉછેર સહિત જુદી જુદી પ્રવૃત્તિઓ શામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp