રાજ્યમાં વીજ ગ્રાહકોના ફ્યૂઅલ સરચાર્જમા વર્ષમાં 38%નો વધારો ઝીંકાયો: પરેશ ધાનાણી

PC: khabarchhe.com

ધારાસભ્ય પરેશ ધાનાણીએ રાજ્યની ભાજપ સરકાર સામે વીજ ગ્રાહકોના ફ્યૂઅલ સરચાર્જમાં વધારો ઝીંક્યા મામલે આકરા પ્રહાર કર્યા છે. ધાનાણીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર વીજળીના ભાવની બાબતમાં લોકોને છેતરી રહી છે. દર વર્ષે વીજળીનો ભાવ યથાવત રાખવાનું નાટક ભજવાય છે. પણ પાછલા બારણેથી ફ્યૂઅલ સરચાર્જમાં દરવર્ષે વધારો ઠોકી લૂંટ ચલાવાય છે.

ગત મે-2021માં સરકારી 1.30 કરોડ વીજગ્રાહકો પાસેથી ફ્યૂઅલ એન્ડ પાવર પરચેઝ પ્રાઇઝ એડજસ્ટમેન્ટ ચાર્જ એટલે કે ફ્યૂઅલ ચાર્જ યુનિટ દીઠ રૂ. 1.80 વસુલાતો હતો તે મે-2022માં વધીને રૂ. 2.50 થઇ ગયો છે. મતલબ કે છેલ્લા એક વર્ષમાં સરકારી વીજટેરીફમાં કોઇ વધારો થયો નથી, પણ ફ્યૂઅલ સરચાર્જમાં એક જ વર્ષમાં યુનિટે 70 પૈસાનો ધરખમ વધારો થયો છે. જેના કારણે લોકોના રહેણાંકના વીજબીલમાં ફ્યૂઅલ સરચાર્જનું ભારણ આશરે 38 ટકા જેટલું વધી ગયું છે.

મહિને 200 યુનિટ વાપરતા વીજગ્રાહકોને ફ્યૂઅલ સરચાર્જ પેટે મે-2021માં રૂ. 360 ચૂકવવા પડતા હતા, હવે તેમને મે-2022માં ફ્યૂઅલ સરચાર્જ મહિને રૂ. 500 ચૂકવવાનો વારો આવ્યો છે. જા આવો અસહ્ય વધારો વીજગ્રાહકો પાસેથી વસુલાતો હોય તો જીયુવીએનએલ મારફતે રાજ્ય સરકારે ગ્રાહકોની લૂંટફાંટ બંધ કરવી જાઇએ, તેવી ધારાસભ્યએ માંગ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp