ગાંધીનગરની ગિફ્ટ સિટી ખતરામાં છે

PC: guidetogo.in

ILFSના દેવાં અને ડાઉનગ્રેડના કારણે ગુજરાતના ગાંધીનગરનો ગિફ્ટ સિટીનો પ્રોજેક્ટ ખતરામાં આવી ગયો છે. રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં એક જ ડેવલપર્સ રાખ્યો હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે. ઉદ્યોગ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે આ કંપનીથી ગિફ્ટ સિટીના પ્રોજેક્ટને દૂર કરી દેવાની આવશ્યકતા છે, કારણ કે કંપની જો વધારે નુકશાનમાં જશે તો તેની અસર ગિફ્ટ સિટી પર પડી શકે છે.

ઇકરાએ ILFSના ડેટને એટલા નીચા સ્તર સુધી ડાઉનગ્રેડ કર્યું છે કે મ્યુચ્યુઅલ ફંડ્સ જેને ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ તરીકે જુએ છે, તેના કરતાં પણ રેટિંગ નીચે ગયું છે. તેના લીધે એસેટ્સ મેનેજર્સ પર સ્પોટલાઇટ છે જેઓ સ્ટ્રેસ્ડ કંપની તથા તેની પેટા કંપની દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલા બોન્ડ ઇશ્યૂમાં 2500 કરોડનું રોકાણ ધરાવે છે. વિશ્લેષકો માને છે કે તેની પેટાકંપનીઓ- ILFS ટ્રાન્સપોર્ટેશન, ILFS તામિલનાડુ પાવર, ILFS એનર્જી ડેવલપમેન્ટ, ILFS સિક્યોરિટી સર્વિસિસ અને ILFS ફાઇનાન્સિયલ સર્વિસિસ માટે પણ નીચા રેટિંગનું જોખમ છે.

આર્થિક કટોકટીથી ઘેરાયેલી ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઇનાન્સિયલ સર્વિસિસ (આઇએલ એન્ડ એફએસ) ગ્રુપના હેડમાં પણ હલચલ મચી છે. આ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર- CEO રમેશ બાવાએ રાજીનામું આપ્યું છે. આઇએલ એન્ડ એફએસ ગ્રૂપે કૌશિક મોડકને નવા ચીફ એક્ઝિક્યુટીવ તરીકે નિયુક્ત કર્યા છે. આઇએલ એન્ડ એફએસ ફાઇનાન્સિયલ સર્વિસીઝ લિ. દ્વારા બીસઈને જણાવાયું છે કે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રમેશ સી બાવાએ 21 સપ્ટેમ્બર, 2018 થી રાજીનામું આપ્યું છે. ચાર ઇન્ડિપેન્ડેન્ટ ડિરેક્ટર્સ રેનુ ચલ્લુ, શુભલક્ષ્મી પન્સે, ઉદય વેદ અને એસ. કોહલી સહિતના પાંચ ડિરેક્ટરોએ પણ બોર્ડમાંથી રાજીનામું આપ્યું છે. એ ઉપરાંત બિન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વિભવ કપૂરે પણ બોર્ડમાંથી રાજીનામું આપ્યું છે.

આઇએફ એન્ડ એફએસની પેટાકંપની આઈએફઆઈએન ત્રણ અઠવાડિયા પહેલા વેચાણ માટે મૂકવામાં આવી હતી પરંતુ સંભવિત રોકાણકારો તેના ઊંચા ખરાબ દેવા અને તાજેતરનાં ડિફૉલ્ટ્સ પર ચિંતિત હોવાથી કોઈ પણ ખરીદનારને શોધવામાં નિષ્ફળ રહ્યા છે. ગુજરાત સરકારે ગિફ્ટ સિટી સાથે આ કંપનીનો ખૂબ જ સસ્તામાં સોદો કર્યો છે ત્યારે ગિફ્ટ સિટીના રોકાણકારોમાં ફડક પેસી છે. આ સંજોગોમાં ગુજરાત સરકારે પણ કોઇ આકરા પગલાં ભરવા પડશે અને ગિફ્ટ સિટીને બચાવવા માટે બીજા ડેવલપર્સની શોધ કરવી પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp