કોરોના સામે લડાઈમાં ટાટા બાદ આગળ આવ્યા અડાણી, આપ્યા આટલા કરોડ રૂપિયા

PC: deccanherald.com

કોરોના વાયરસની લડાઈ સામે આખો દેશ એકજુટ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી રિલીફ ફંડમાં લોકો દિલ ખોલીને દાન કરી રહ્યા છે. આ કડીમાં અડાણી ગ્રુપના પ્રમુખ ગૌતમ અડાણીએ પણ કોરોના સામે લડવા પ્રધાનમંત્રી રિલીફ ફંડમાં 100 કરોડ રૂપિયાના દાનનું એલાન કર્યું છે. ગૌતમ અડાણીએ ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. ગૌતમ અડાણીએ ટ્વીટ કર્યું, કોવિડ-19 સામેની જંગમાં અડાણી ફાઉન્ડેશને PM કેર ફંડમાં 100 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. અડાણી ગ્રુપ આગળ પણ સરકારનું સમર્થન કરવા માટે જરૂરી સંસાધનો માટે ફાળો આપતો રહેશે.

આ પહેલા ટાટા સમૂહ દ્વારા 1500 કરોડ રૂપિયાના દાનની જાહેરત કરવામાં આવી હતી. આ પહેલા જાણીતા ઉદ્યોગપતિ અને ટાટા સન્સના માનદ ચેરમેન રતન ટાટાએ ટ્વીટ કરીને ટાટા ટ્રસ્ટ તરફથી 500 કરોડ રૂપિયાની મદદનું એલાન કર્યું હતું. તેની સાથે સાથે ટાટા સન્સે પણ વધારાના 1000 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી છે. આ રીતે ટાટા સમૂહ તરફથી આ મહામારીનો સામનો કરવા માટે કુલ 1500 કરોડ રૂપિયાનો ફાળો આપવામાં આવ્યો છે.

રતન ટાટાએ ટ્વીટમાં લખ્યું હતું કે, આ દોડમાં કોવિડ-19 સંકટ સૌથી મોટા પડકારોમાંથી એક છે. ટાટા ગ્રુપની કંપનીઓ હંમેશાં આવા સમયમાં દેશની જરૂરિયાતો સાથે ઉભી રહી છે. આ સમયે દેશને અમારી જરૂરિયાત વધારે છે.

ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસ સંક્રમણના કુલ 1071 મામલા સામે આવ્યા છે. આ બીમારીથી અત્યાર સુધીમાં 29 લોકોના મોત થયા છે. તો રાહતની વાત એ છે તે 100 દર્દીઓ અત્યાર સુધીમાં આ બીમારીથી ઠીક થઈ ચૂક્યા છે. કોરોના વાયરસ ન ફેલાય તે માટે સરકાર લોકડાઉન, સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત દરેક રીતના પગલા ઉઠાવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp