અમિત શાહને સપનામાં સરકારો આવી રહી છે: CM ગેહલોત

PC: navbharattimes.indiatimes.com

રાજસ્થાનમાં એક મહિના પહેલા રાજકીય ધમસાણ શરૂ થયું હતું એ હવે પૂરું થયું છે અને આજથી રાજસ્થાન વિધાનસભાનું સત્ર શરૂ થયું છે. રાજસ્થાનમાં વિધાનસભાનું સત્ર ચાલુ થઇ ગયું છે અને ભારતીય જનતા પાર્ટી (BJP) કોંગ્રેસ વચ્ચે કોંગ્રેસ આરોપ પ્રત્યારોપનો સિલસિલો ચાલી રહ્યો છે. વિધાનસભામાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યુ હતું કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાની લડાઈ માટે આપણા રાજ્યના વખાણ કરી રહ્યા છે પરંતુ, સદનમાં BJP નેતા તેની આલોચના કરી રહ્યા છે. BJPએ રાજ્યની સરકાર પાડવાનો પ્રયત્ન કર્યો છે. જે મંત્રીઓનું નામ હતું એ ઓડિયો ટેપમાં આવી ગયુ છે પરંતુ, તમે સફળ ન થઈ શક્યા. તમારા હાઈકમાનનો આદેશ હતો એટલે સરકાર પાડવાનો પ્રયત્ન કર્યો. આ હકીકત આખો દેશે જાણે છે. તમે અરૂણાચલ, કર્ણાટક, મધ્ય પ્રદેશમાં શું કર્યુ એ આખો દેશ જાણે છે. આ દેશમાં માત્ર બે લોકો રાજ કરે છે. દિલ્હીમાં કોઈ મંત્રીને કોઈ પૂછી નથી રહ્યુ.

અશોક ગેહલોતે કહ્યું કે, કેટલાક નેતા સંતાઈને દિલ્હી ગયા અને મુખ્યમંત્રી બનવાની રેસ શરૂ કરી દીધી. અમિત શાહના સપનામાં પણ સરકાર આવી રહી છે પરંતુ હું સરકાર પડવા નહીં દઉં. તમારા લોકોએ આઝાદીની લડાઈમાં કઈ નથી કર્યું, ઇન્દિરા ગાંધી પણ ચૂંટણી હારી ગયા હતા. જે દિવસે જનતાનો મૂડ થયો એ દિવસે  દિલ્હીમાં શું થશે ખબર નહીં. મારી તરફથી ભેરો સિંહ શેખાવતજીનો સંબંધ સારો હતો. એકવાર તમારી સરકાર આવી, અમારી પણ આવી.

અશોક ગેહલોતે કહ્યું કે, જ્યારે કોરોનાનો કહેર હતો ત્યારે BJP મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની સરકાર પાડવામાં લાગી હતી. જ્યારે કેબિનેટમાં પ્રસ્તાવ પાસ કર્યો તો, ગવર્નરને સદનમાં બોલાવવા જોઈતા હતા. પરંતુ આ વખતે એમ ન થયું. રાજ્યપાલની કોઈ ફરિયાદ નથી પરંતુ એ વખતે જે સ્થિતિ હતી કે રાજનૈતિક નિવેદન ખોટી રીતે લેવામાં આવ્યુ. રાજ્યપાલ પર ઉપરથી દબાવ હશે કેમ કે, નિયમ અનુસાર તેઓ ફાઈલ નહીં રોકી શકે. રાજસ્થાનના મુખ્યમંત્રીએ કહ્યું કે અમારે ત્યા કોઈ ફોન ટેપ થતો નથી, એવામાં તમે લોકો ચિંતા ન કરો. BJPએ અર્થવ્યવસ્થા, કોરોના અને લોકડાઉન પર ચર્ચા કરવી જોઈએ. BJPએ ચિંતા ન કરવી જોઈએ, સરકારમાં કેમ્પ બનવાથી કોરોનાની લડાઈમાં કોઈ અસર નથી થઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp