ચીનથી ભારત આવી શકે 600 કંપનીઓ, કેન્દ્રીયમંત્રીએ કહ્યુ રાજ્યોની ભૂમિકા મહત્ત્વની

PC: asianetnews.com

કોરોના વાયરસની મહામારીએ આખા વિશ્વને મુશ્કેલીમાં મુકી દીધું છે. આ મહામારીમાં ઉદ્યોગ-ધંધા ભાંગી પડ્યા છે અને મોટાભાગના દેશોની ઈકોનોમી પણ ભાંગી પડી છે. ચીનના વુહાન શહેરથી નીકળેલા આ વાયરસ સામે સૌ મજબૂર બન્યા છે, ત્યારે ચીનમાં રહેતી 600 જેટલી વિદેશી કંપનીઓ ભારત આવી શકે તેવી સંભાવના વર્તાઇ રહી છે. આ બાબતે સરકાર સાથે વાતચીત ચાલી રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

કોરોના વાયરસના કારણે હવે ચીનમાંથી નીકળવાની તૈયારી કરી રહેલી 600 વિદેશી કંપનીઓ ભારત આવી શકે છે. એક રિપોર્ટ મુજબ, આ કંપનીઓ સાથે વાતચીત ચાલી રહી છે. આ યોજનાના પરિણામ સુધી પહોંચવા માટે કેન્દ્રીય વાણિજય મંત્રાલયે રાજ્યો સાથે સંપર્ક સાધ્યો છે. જે રાજ્ય સૌથી સસ્તા દર પર તેમજ ઓછાં સમયમાં પ્લાન્ટ લગાવવાનો ફાયદો આપશે તેમને ત્યાં વિદેશી કંપનીઓને જવાની છૂટ મળશે. રાજ્યોને પણ અલગથી પ્રોત્સાહન આપવામાં આવશે. અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપવામાં આવેલા ઈન્ટરવ્યુમાં ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું હતું કે, વિદેશી કંપનીઓને ભારત લાવવામાં રાજ્યોની ભૂમિકા મહત્ત્વની હશે. સરકારનો પ્રયત્ન એવો છે કે રાજ્યો વચ્ચે વિદેશી કંપનીઓને બોલાવવા માટે એકબીજા સાથે પ્રતિસ્પર્ધા થાય.     

અત્યારે વિદેશી કંપનીઓને યુનિટ સ્થાપવામાં મુખ્યરૂપથી જમીન લેવા તેમજ સ્થાનિક સ્તરની મંજૂરી લેવામાં સૌથી વધારે સમસ્યા આવે છે. રાજ્યોને તૈયાર કરવામાં આવી રહ્યા છે કે તેઓ જમીન ઉપલબ્ધ કરાવવા પર સૌથી વધારે ધ્યાન આપે. વિદેશી કંપનીઓના મનમાં ભારતમાં જમીન અધિગ્રહણને લઈને ઘણી ભ્રમણાઓ છે, જેને દૂર કરવી જરૂરી છે. કોરોના વાયરસ છતાં ભારતમાં ડૉલર દ્રારા રોકાણ વધી રહ્યું છે. એ એક સારો સંકેત છે. પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, કોરોના વાયરસે જો પડકાર આપ્યો છે તો ઘણી રીતેના અવસરો મળવાના સંકેત પણ આપ્યા છે. આ બાબતમાં સરકાર ઉદ્યોગ જગત સાથે મળીને આગળની રણનીતિ બનાવી રહી છે. અલગ-અલગ ઉદ્યોગો માટે અલગ-અલગ રણનીતિ બનાવવામાં આવશે.

પીયુષ ગોયલે આગળ કહ્યું કે, નરેન્દ્ર મોદી સરકારે ખનન, એગ્રીકલ્ચર અને ઈન્ડસ્ટ્રીમાં કેટલાક મોટા રિફોર્મ કર્યા છે. કોર્પોરેટ ટેક્સમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે 12 સેક્ટર્સની ઓળખ કરી છે, જેમાં એક્સપોર્ટને વધારવાની પૂરી ક્ષમતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp