લોકસભાની સાથે આ રાજ્યોમાં ચૂંટણી કરાવી શકે છે મોદી સરકાર

PC: facebook.com/pg/narendramodi/

વન નેશન વન ઇલેક્શન અંતર્ગત લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકસાથે કરાવવાને લઈને ભલે મોદી સરકાર અને ઇલેક્શન કમિશનની સામે બંધારણીય મુશ્કેલી ઉભી થાય, પરંતુ BJPના સૂત્રોના મતે તો 2019મા લોકસભાની સાથે 12 રાજ્યોના વિધાનસભાની ચૂંટણી કરાવીને વન નેશન વન ઇલેક્શનની દિશામાં એક મોટું ઉદાહરણ રજૂ કરી શકે છે. BJPના સૂત્રો અનુસાર આના માટે કોઈ પ્રકારના સંવિધાન સંશોધન કે ચૂંટણીના નિયમોમાં મોટો બદલાવ કરવાની પણ જરૂર નહીં પડે.

વન નેશન વન ઇલેક્શનને લઈને બી.એસ.ચૌહાણ દેશની બંને નેશનલ પાર્ટીઓના પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત કરશે. બંને પાર્ટીઓના આ મુદ્દા પર મંતવ્ય જાણવામાં આવશે. આ પહેલા ગયા મહિને કેટલીય સ્થાનિક પાર્ટીઓને વન નેશન વન ઇલેક્શન પર પોતાનું મંતવ્ય આપવા માટે બોલાવવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, લોકસભા ઇલેક્શન બાદ હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી ઓક્ટોબર  2019મા થવાની છે. આ રાજ્યોમાં BJPની સરકાર છે. એટલે BJP આ રાજ્યોમાં પહેલા ચૂંટણી કરાવી શકે છે. જમ્મુ-કાશ્મીરમાં પણ રાજ્યપાલ શાસન છે અને ત્યાં પણ આવતા વર્ષે ચૂંટણી કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે.

2019ની લોકસભા ચૂંટણી પહેલા આ વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં જે 4 રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મિઝોરમ અને છત્તીસગઢમાં ચૂંટણી થવાની છે, તેમાંથી અમુક વિધાનસભાનો કાર્યકાળ ફેબ્રુઆરી 2019 સુધી છે. એવામાં આ ચાર રાજ્યોમાં પણ રાષ્ટ્રપતિ શાસન લગાવીને લોકસભાની સાથે ઇલેક્શન કરાવી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp