LIVE અપડેટઃ જાણો ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામના પળેપળની માહિતી

PC: khabarchhe.com

ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022ની મતગણતરી સમગ્ર ગુજરાતમાં સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. સમગ્ર રાજ્યમાં 37 મતગણતરી કેન્દ્રો પર ગણતરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં 03 મતગણતરી કેન્દ્રો પર, સુરતમાં 02 મતગણતરી કેન્દ્ર પર અને આણંદમાં પણ 02 મતગણતરી કેન્દ્રો છે. એ સિવાય તમામ જિલ્લાઓમાં એક-એક મતગણતરી કેન્દ્ર ઉપર એકીસાથે મત ગણતરી શરૂ થઈ છે.

સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે 182 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 494 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. મતગણતરી માટે વધારાના 78 મદદનીશ ચૂંટણી અધિકારી હશે. આ ઉપરાંત 71 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ માટે જવાબદારી સોંપવામાં આવી છે.

મતગણતરી મથકો પર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીઓ, નિરિક્ષકો, ફરજરત કર્મચારીઓ-અધિકારીઓ, ઉમેદવારો તથા કાઉન્ટીંગ એજન્ટ્સ અને દરેક ઉમેદવારના  કાઉન્ટિંગ એજન્ટ્સ પણ પ્રવેશ કરી શકશે.

રિટર્નિંગ ઑફિસર/આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર, ઉમેદવાર-કાઉન્ટીંગ એજન્ટ્સ તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમણૂંક પામેલા ઑબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગરૂમમાંથી EVM બહાર કાઢી કાઉન્ટીંગ હૉલમાં ગોઠવવામાં આવશે.

તમામ કાઉન્ટિંગ સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ મતગણતરીની તૈયારીઓની સમીક્ષા કરી તેને આખરી ઓપ આપતાં જણાવ્યું કે, રાજ્યના 33 જિલ્લામાં 37 મતગણતરી મથકોએ તમામ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મત ગણતરી કેન્દ્રના કેમ્પસની બહાર સ્થાનિક પોલીસનો પહેરો હશે. મતગણતરી લોકેશન પર એસઆરપીએફ અને મતગણતરી કેન્દ્રના દરવાજાની બહાર સીએપીએફનો ચુસ્ત બંદોબસ્ત હશે. ફરજ પરના અધિકારીઓ અને ખાસ મંજૂરી પ્રાપ્ત રાજકિય પ્રતિનિધિઓ સિવાય વ્યક્તિ કે વાહનને આ સંકુલમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.

મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના તમામ કાઉન્ટીંગ સેન્ટર્સને કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, ટેલિફોન અને ફેક્સ જેવી અત્યાધુનિક સંચારસુવિધાથી સજ્જ કરવામાં આવ્યા છે. મોબાઈલ ટેલિફોન, આઈ-પેડ કે લેપટૉપ જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો મતગણતરી કેન્દ્રમાં લઈ જઈ શકાશે નહીં. કમિશનના ઑબ્ઝર્વર્સ, રિટર્નિંગ ઑફિસર, આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર અને કાઉન્ટીંગ સુપરવાઈઝર્સ પર આ પ્રતિબંધ લાગુ પડશે નહીં. દરેક મતગણતરી કેન્દ્રમાં મિડિયા સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. મીડિયા સેન્ટર સિવાય મતગણતરી કેન્દ્રના સંકુલમાં ક્યાંય પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

08 Dec, 2022
06:18 PM
સાંજે 6 વાગ્યાના રિપોર્ટ મુજબ ભાજપ 156 સીટ, કોંગ્રેસ 17 સીટ, 5 પર આમ આદમી પાર્ટી અને 4 બેઠક અન્યના ફાળે જઈ રહી છે
08 Dec, 2022
05:33 PM
લુણાવાડા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણનો વિજય
08 Dec, 2022
04:40 PM
નરોડામાં ભાજપના ઉમેદવાર પાયલ કુકરાણીની જીત
08 Dec, 2022
04:37 PM
બોટાદ વિધાનસભા બેઠક પર ભાજપની રીકાઉન્ટીંગની માગ. ભાજપ ઉમેદવાર ઘનશ્યામ વીરાણીએ કરી રીકાઉન્ટીંગની માગ. આપ ઉમેદવાર આગળ ચાલે છે
08 Dec, 2022
04:36 PM
ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનું રાજીનામું
08 Dec, 2022
04:12 PM
4 વાગ્યા સુધીના ચૂંટણી પંચના આંકડા મુજબ ભાજપને 158, કોંગ્રેસને 16, આપને 4 અને અન્યને 4 સીટો મળી રહી છે
08 Dec, 2022
03:57 PM
વડગામ બેઠક પર જિગ્નેશ મેવાણીની જીત
08 Dec, 2022
03:28 PM
6 ટર્મથી જીતી રહેલા ભાજપના કેશુ નાકરાણીની ગારિયાધાર સીટ પરથી આપના સુધીર વાઘાણી સામે હાર
08 Dec, 2022
03:28 PM
અલ્પેશ ઠાકોરની ગાંધીનગર દક્ષિણ સીટ પરથી જીત
08 Dec, 2022
03:28 PM
ભીલોડા સીટ પરથી પૂર્વ IPS અને ભાજપના ઉમેદવાર પી.સી.બરંડાની જીત
08 Dec, 2022
03:28 PM
થરાદ સીટ પરથી ભાજપના શંકર ચૌધરીની જીત
08 Dec, 2022
03:19 PM
ધોરાજી-ઉપલેટા માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મહેન્દ્ર પાડલીયા 11,721 લીડથી વિજય થયા
08 Dec, 2022
02:41 PM
દ્વારકાની ખંભાળિયા બેઠક પર ભાજપના મુરૂ બેરાની ભવ્ય જીત
08 Dec, 2022
02:41 PM
વિધાનસભા રાજકોટ દક્ષીણ બેઠકના ભાજપ ઉમેદવાર રમેશ ટીલાળા વિજેતા જાહેર
08 Dec, 2022
02:40 PM
હિંમતનગર વિધાનસભામાં ભાજપની જીત, વી ડી ઝાલાની 9000 જેટલા મતે થઈ જીત
08 Dec, 2022
02:40 PM
સી.આર.પાટીલની ટ્વીટ ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓ પાર્ટીની તાકાત છે. અકલ્પનીય પરિશ્રમથી ગુજરાતનાં ઘરે-ઘરે વિકાસકાર્યો અને વિકાસનીતિને પહોંચાડી એ બદલ લાખો કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવું છું.
08 Dec, 2022
02:19 PM
કોંગ્રેસ નેતા અમરેલી બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણીની 46145 મતોથી હાર
08 Dec, 2022
02:08 PM
કપડવંજ બેઠક પર ભાજપના રાજેશ ઝાલાની ભવ્ય જીત, કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભીની હાર
08 Dec, 2022
02:05 PM
પાવી જેતપુર સીટ પરથી વિપક્ષના નેતા સુખરામ રાઠવાની હાર
08 Dec, 2022
02:05 PM
જસદણ બેઠકના ભાજપ ઉમેદવાર કુંવરજીભાઇ બાવળીયા વિજેતા જાહેર
08 Dec, 2022
02:04 PM
ઈડર ભાજપ બેઠક પરથી રમણલાલ વોરાની 39,336 મતે જીત
08 Dec, 2022
01:41 PM
રાધનપુર બેઠકના ભાજપના ઉમેદવાર લવિંગજી ઠાકોરની જીત
08 Dec, 2022
01:41 PM
માણાવદર બેઠક પર ભાજપના ઉમેદવાર જવાહર ચાવડાની હાર, કોંગ્રેસ ઉમેદવાર અરવિંદ લાડાણીની જીત
08 Dec, 2022
01:41 PM
વિરમગામ બેઠક પર ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલની જીત, કોંગ્રેસના ઉમેદવાર લાખાભાઈ ભરવાડની હાર
08 Dec, 2022
01:40 PM
અમરેલી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીની હાર
08 Dec, 2022
01:40 PM
વાઘોડિયામાં અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત
08 Dec, 2022
01:37 PM
ભાજપના ઉમેદવાર રીવા જાડેજાની જીત
08 Dec, 2022
01:36 PM
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાની હાર
08 Dec, 2022
01:36 PM
બાયડમાં અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલાની જીત
08 Dec, 2022
01:35 PM
વાઘોડિયાના દબંગ નેતા મધુ શ્રીવાસ્તવનો કારમો પરાજય
PC: twitter.com
08 Dec, 2022
01:34 PM
ભાજપના કંચનબેન રાદડીયાની ઠક્કરબાપાનગર સીટ પરથી 63647 મતોથી જીત
08 Dec, 2022
01:23 PM
આંકલાવ સીટ પરથી અમિત ચાવડાની જીત
08 Dec, 2022
01:23 PM
આપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની કતારગામ સીટ પર હાર
08 Dec, 2022
01:22 PM
વડગામ સીટ પર જિગ્નેશ મેવાણીની હાર
08 Dec, 2022
01:20 PM
CM ભૂપેન્દ્ર પટેલની ટ્ટીટ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક વિજય બદલ PM નરેન્દ્ર મોદી તથા અમિત શાહે ટેલિફોનિક વાતચીત કરી અભિનંદન પાઠવ્યા છે. ભાજપાના સુશાસન પર જનતા જનાર્દને મૂકેલા અતૂટ વિશ્વાસનો આ વિજય છે. ધન્યવાદ ગુજરાત!
08 Dec, 2022
01:04 PM
CM ભૂપેન્દ્ર પટેલ અને BJP પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે એકબીજાને મીઠાઈ ખવડાવી ઉજવણી કરી
[removed][removed]
08 Dec, 2022
12:51 PM
ઈસુદાન ગઢવીની ખંભાળીયા સીટ પર હાર
08 Dec, 2022
12:44 PM
આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ કથીરિયાની હાર
08 Dec, 2022
12:36 PM
આમ આદમી પાર્ટીની ગુજરાતમાં પહેલી જીત, આપના ઉમેદવાર હેમંત ખવાની જામજોધપુર બેઠક પર જીત
08 Dec, 2022
12:32 PM
કુતિયાણામાં સતત ત્રીજીવાર કાંધલ જાડેજાની જીત
08 Dec, 2022
12:31 PM
વાંસદા બેઠક ઉપર કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલ 28,000થી વધુ મતથી જીત
08 Dec, 2022
12:31 PM
નવસારીમાં ભાજપા ઉમેદવાર રાકેશ દેસાઈની 60,000થી વધુ મતથી જીત
08 Dec, 2022
12:31 PM
જસદણ માંથી BJP ઉમેદવાર કુંવરજી બાવળીયા 15,913 મતથી વિજયી બન્યા
08 Dec, 2022
12:17 PM
થરાડ બેઠક પર શંકર ચૌધરીની જીત
08 Dec, 2022
12:17 PM
પોરબંદરમાં અર્જૂન મોઢવડિયાની જીત
08 Dec, 2022
12:14 PM
ખંભાળીયા સીટ પર ઈસુદાન ગઢવી પાછળ ચાલી રહ્યા છે
PC: deccanherald.com
08 Dec, 2022
11:56 AM
કુતિયાણા બેઠક પર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર કાંધલ જાડેજા 12,773 મતથી આગળ
08 Dec, 2022
11:55 AM
વઢવાણ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જગદીશભાઈ મકવાણાની જીત નિશ્ચિત 34000થી વધુ મતોથી આગળ
08 Dec, 2022
11:45 AM
ચૂંટણી પંચના સત્તાવાર આંકડા મુજબ 11.45 સુધી ભાજપ 154, કોંગ્રેસ 18 અને આમ આદમી પાર્ટી 6 બેઠક પર આગળ
PC: khabarchhe.com
08 Dec, 2022
11:35 AM
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની 60 હજાર મતે જીત
08 Dec, 2022
11:34 AM
જમાલપુર-ખાડિયામાં કોંગ્રેસના ઇમરાન ખેડાવાળાનો 14,000 મતથી વિજય
08 Dec, 2022
11:33 AM
ગાંધીધામ કોંગ્રેસના ઉમેદવારે મતગણતરી મથકે ગળામાં ફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ, કોંગ્રેસના ઉમેદવારે EVM સાથે ચેડાં કરવાનો આરોપ લગાવ્યો
08 Dec, 2022
11:24 AM
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે કહ્યું કે, ટ્રેન્ડ અમારી વિરુદ્ધ છે. જનતા જે પણ નિર્ણય લેશે તે સ્વીકારશે
08 Dec, 2022
11:04 AM
બાપુનગર બેઠક પર ભાજપના ઉમેદવાર દિનેશ કુશવાહ 6,987 મતથી આગળ
08 Dec, 2022
11:03 AM
જામનગર ઉત્તર માંથી રીવાબા જાડેજા 7670 મતોથી આગળ ચાલી રહ્યાં છે
08 Dec, 2022
11:02 AM
અંકલેશ્વર બેઠકમાં રાઉન્ડ 10 બાદ ભાજપ 21395 મતથી આગળ
08 Dec, 2022
10:46 AM
હર્ષ સંઘવીની ટ્વીટ- હાઉ'ઝ ધ જોશ?
[removed][removed]
08 Dec, 2022
10:45 AM
ભાજપ કાર્યાલય કમલમ ખાતે ઉજવણીનો માહોલ
08 Dec, 2022
10:40 AM
અમરેલી બેઠક પર પરેશ ધાનાણી પાછળ
08 Dec, 2022
10:39 AM
વિરમગામમાં હાર્દિક પટેલ આગળ
08 Dec, 2022
10:38 AM
10.30 વાગ્યા સુધીમાં ભાજપ 154, કોંગ્રેસ 17, AAP 6 બેઠકો પર અને અન્ય 5 બેઠકો આગળ
08 Dec, 2022
10:29 AM
દ્વારકા બેઠકમાં ભાજપના ઉમેદવાર પબુભા માણેક 9,102 મતથી આગળ
08 Dec, 2022
10:20 AM
ઇસુદાન ગઢવી 3100 મતે આગળ
08 Dec, 2022
10:19 AM
મોરબી માંથી બીજેપી ઉમેદવાર અમૃતિયા કાંતિલાલ આગળ ચાલી રહ્યા છે
08 Dec, 2022
10:19 AM
જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી રીવા બા જાડેજા પાછળ ચાલી રહ્યા છે
08 Dec, 2022
10:19 AM
અસારવા બેઠકમાં 14,686 મતથી ભાજપ આગળ
08 Dec, 2022
10:18 AM
કચ્છની 6 બેઠકો પૈકી 5 બેઠક પર ભાજપ આગળ
08 Dec, 2022
10:18 AM
જમાલપુર ખાડીયામાં કોંગ્રેસ 5636 મતથી આગળ
08 Dec, 2022
10:05 AM
ધોરાજીમાં લલિત વસોયાએ હાર સ્વીકારી લીધી
08 Dec, 2022
09:59 AM
જયેશ રાદડિયા 20400ની લીડથી આગળ
08 Dec, 2022
09:53 AM
રાજુલા બેઠક પર અંબરીશ ડેર પાછળ
08 Dec, 2022
09:38 AM
બારડોલી માંથી બીજેપી ઉમેદવાર ઈશ્વરભાઈ પરમાર આગળ
08 Dec, 2022
09:37 AM
પ્રથમ રાઉન્ડમાં ભાજપા જીતુ વાઘાણી 383 મતથી આગળ
08 Dec, 2022
09:37 AM
અમદાવાદની વેજલપુર વિધાનસભા બેઠક પરથી બીજેપી ઉમેદવાર અમિત ઠાકર આગળ
08 Dec, 2022
09:37 AM
અમદાવાદના એલિસબ્રિજ વિધાનસભા બેઠક પર અમિત શાહ આગળ
08 Dec, 2022
09:28 AM
સાઉથ ગુજરાતની 35 બેઠકમાંથી 28 બેઠક પર ભાજપ આગળ
08 Dec, 2022
09:19 AM
કુતિયાણા બેઠક પર કાંધલ જાડેજા આગળ
08 Dec, 2022
09:18 AM
ગીતાબા જાડેજા ગોંડલ બેઠક પર આગળ
08 Dec, 2022
09:18 AM
ઈસુદાન ગઢવી ખંભાળીયા બેઠક પર આગળ
08 Dec, 2022
09:17 AM
ઈલેક્શન કમિશનના સત્તાવાર આંકડા મુજબ સવારે 9 કલાક સુધીમાં ભાજપ 30 સીટ પર, કોંગ્રેસ 5 સીટ પર અને આમ આદમી પાર્ટી 4 બેઠક પર આગળ
08 Dec, 2022
09:13 AM
રાજકોટની દક્ષિણ બેઠક પરથી રમેશ તિલાળા આગળ
08 Dec, 2022
09:12 AM
મહુવા બેઠકની મતગણતરીના પ્રથમ રાઉન્ડમાં કોંગ્રેસના કનુભાઈ કલસરિયા 1053 મતે આગળ
08 Dec, 2022
08:58 AM
વરાછા બેઠક પર અલ્પેશ કથીરિયા પાછળ, કુમાર કાનાણી આગળ
08 Dec, 2022
08:58 AM
રાધનપુરમાં ભાજપ 34 મતથી આગળ
08 Dec, 2022
08:57 AM
વિસનગરથી ભાજપના ઉમેદવાર 200 મતથી આગળ
08 Dec, 2022
08:56 AM
8.45 સુધી ભાજપ 133 સીટ પર કોંગ્રેસ 40 સીટ પર અને આપ 5 સીટ પર આગળ
08 Dec, 2022
08:56 AM
સાવલીથી ઈનામદાર કેતન, વડોદરાના વાઘોડિયાથી અશ્વિન પટેલ બીજેપીની બેઠક પર આગળ
08 Dec, 2022
08:56 AM
ઊંઝાથી પટેલ કિરીટકુમાર,વિજાપુરમાંથી રમણ પટેલ વલસાડથી ભરત પટેલ
08 Dec, 2022
08:55 AM
મહેસાણાથી પટેલ મુકેશકુમાર, વિસનગરથી ઋષિકેશ પટેલ,
08 Dec, 2022
08:54 AM
અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ આગળ ચાલી રહ્યા છે
08 Dec, 2022
08:48 AM
ગેનીબેન અને શંકર ચૌધરી પોતાની બેઠક પર આગળ ચાલી રહ્યા છે
08 Dec, 2022
08:47 AM
રાપરમાં ભાજપના વિરેન્દ્રસિંહ આગળ ચાલી રહ્યા છે
08 Dec, 2022
08:45 AM
જસદણ બેઠક પર કુંવરજી બાવળીયા પાછળ
08 Dec, 2022
08:41 AM
સમગ્ર રાજ્યમાં ભારે સુરક્ષા વચ્ચે મતગણતરી ચાલી રહી છે
[removed][removed]
08 Dec, 2022
08:41 AM
હાર્દિક પટેલ કહે છે ભાજપ 135-145 સીટ જીતશે
08 Dec, 2022
08:39 AM
વિરમગામમાં આપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે
08 Dec, 2022
08:38 AM
8.30 સુધીમાં 127 પર ભાજપ 31 પર કોંગ્રેસ 1 સીટ પર આપ આગળ
08 Dec, 2022
08:25 AM
ઘાટલોડિયા બેઠક પર ભૂપેન્દ્ર પટેલ, નડિયાદથી પંકજ દેસાઈ અને ભુજથી કોંગ્રેસના ઉમેદવાર અરજણ ભુડિયા આગળ
08 Dec, 2022
08:24 AM
મહેસાણાથી મુકેશ પટેલ આગળ ચાલી રહ્યા છે
08 Dec, 2022
08:23 AM
સુરત મજૂરા બેઠક પરથી હર્ષ સંઘવી આગળ ચાલી રહ્યા છે
08 Dec, 2022
08:23 AM
અમરેલીમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી આગળ
08 Dec, 2022
08:22 AM
સુરતમાં માંગરોળના ગણપત વસાવા આગળ
08 Dec, 2022
08:19 AM
પોસ્ટલ બેલેટમાં ઇસુદાન ગઢવી અને પબુભા માણેક આગળ
08 Dec, 2022
08:17 AM
શરૂઆતના વલણમાં BJP 45 સીટ પર કોંગ્રેસ 14 સીટ પર આગળ
08 Dec, 2022
08:10 AM
33 જિલ્લામાં 37 મતદાન મથકો પરથી મતગણતરી શરૂ કરવામાં આવી છે
08 Dec, 2022
08:10 AM
2017મા ગુજરાતમાં ભાજપ - 99, કોંગ્રેસ - 77 સીટ જીતી હતી, જ્યારે અન્યના ફાળે 6 સીટ આવી હતી
08 Dec, 2022
08:08 AM
8.30 પછી EVMની મતગણતરી શરૂ કરવામાં આવશે
08 Dec, 2022
08:08 AM
સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ કરવામાં આવી છે
08 Dec, 2022
08:07 AM
સમગ્ર રાજ્યમાં મતગણતરી શરૂ

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp