કેનેડા PM ટૂડો સાથે CM રૂપાણીએ યોજી ઉચ્ચસ્તરીય બેઠક

PC: facebook.com/vijayrupanibjp

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રૂડોને આગામી 2019ના વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ઉચ્ચસ્તરીય ડેલિગેશન સાથે ભાગ લેવાનું ઇંજન પાઠવ્યુ છે. જસ્ટીન ટ્રૂડોએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આશ્રમમાં ગાંધી જીવનની ઝાંખી પણ જોઈ હતી. ગાંધીજીની પ્રતિમાને વંદન કર્યા હતા. બાળકો અને પત્ની સાથે બાપુના ચરખાનું પણ નિરીક્ષણ કર્યું હતું.

કેનેડા વાયબ્રન્ટ સમિટનું પાર્ટનર કન્ટ્રી રહ્યુ છે ત્યારે આગામી વાયબ્રન્ટ સમિટ-2019માં કેનેડાના પ્રધાનમંત્રી સ્વયં તેમાં ભાગ લેવા આવે તેવો અનુગ્રહ મુખ્યમંત્રીએ કર્યો હતો.

મુખ્યમંત્રીએ અમદાવાદની એક દિવસીય મુલાકાતે આવેલા કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રૂડો એગ્રી સાથે આજે શુભેચ્છા-સૌજ્ન્ય મુલાકાત બેઠક અમદાવાદ હવાઇ મથકે કરી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને જસ્ટીન ટ્રૂડેઉ એ એજ્યુકેશન, ઇન્ડસ્ટ્રી, સ્ટાર્ટઅપ અને ઇનોવેશનના ક્ષેત્રોમાં કેનેડા-ગુજરાત સાથે મળીને નવા પરિમાણો મેળવી શકે તે દિશામાં વિશદ ચર્ચા-વિમર્શ કર્યા હતા.

મુખ્યમંત્રીએ ગુજરાતમાં ઔદ્યોગિક રોકાણો અને ઉત્પાદન ક્ષેત્રે કેનેડાની બોમ્બાડીર્યર, મેકેન્સ જેવી પ્રતિષ્ઠિત કંપનીઓ કાર્યરત છે તેની ભૂમિકા આપી હતી. ગુજરાતના ઔદ્યોગિક મૈત્રીપૂર્ણ અભિગમમાં સૂર પુરાવતાં કેનેડાની વધુ કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરે તે માટે પણ મુખ્યમંત્રીએ કેનેડીયન પ્રધાનમંત્રીને આમંત્રણ આપ્યુ હતું.

કેનેડાના પ્રધાનમંત્રીએ વિજય રૂપાણીને સતત બીજીવાર રાજ્યશાસનનો પદભાર સંભાળવા અને ચૂંટણીઓમાં સ્પષ્ટ જનાદેશ મેળવવા અંગે અભિનંદન પાઠવ્યા હતા.
યુત જસ્ટીન ટ્રૂડેઉએ કેનેડામાં ગુજરાતી પરિવારો, બિનનિવાસી ભારતીય પરિવારો મોટા પ્રમાણમાં વસે છે ત્યારે મુખ્યમંત્રીને વાયબ્રન્ટ સમિટ-2019ના પૂર્વાધ રૂપે કેનેડા આવવા ભાવભર્યુ નિમંત્રણ આપ્યુ હતું.

મુખ્યમંત્રીએ પણ તેનો સ્વીકાર કરતાં આભાર પ્રદર્શિત કર્યો હતો. તેમણે કેનેડામાં પારિવારિક ભાવ-લિબરલ કલ્ચરનો વ્યાપક લાભ ગુજરાતથી કેનેડા ઉચ્ચ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને મળી રહ્યો છે તે અંગે પણ કેનેડાના પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો.

મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, મુખ્યસચિવ ડૉ. જે. એન. સિંહ તથા વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp