ગુજરાત સરકાર હવે પાણી માટે 33 જિલ્લાઓમાં કરાવશે પર્જન્ય યજ્ઞ

PC: aruneyes.files.wordpress.com

ગુજરાત આ સમયે પાણીની તંગીથી ઝઝૂમી રહ્યું છે. રાજ્યના જળ સંશાધનો ઝડપથી સુકાઈ રહ્યા છે. તેનાથી પરેશાન ગુજરાત સરકારને હવે દૈવીય કૃપાની આશા છે. તેઓની ઈચ્છા છે કે આ વર્ષે સારું ચોમાસું રહે અને ઘણો વરસાદ પડે. તેને લઈને મુખ્યમંત્રી વેજય રૂપાણીએ નિર્ણય લીધો છે કે 31 મેના રોજ 33 જિલ્લાઓમાં 41 પર્જન્ય યજ્ઞ કરવામાં આવશે.

આ સિવાય 8 પ્રમુખ શહેરોમાં વરસાદના દેવતા ઈન્દ્ર દેવતા અને પાણીના દેવતા વરુણદેવને ખુશ કરવા માટે યજ્ઞનું આયોજન કરવામાં આવશે. યત્ર ગુજરાત સરકારના એક મહિનાથી ચાલી રહેલા સુજલામ સુફલામ જળ અભિયાનનું સમાપન કરશે. આ અભિયાનમાં નદીઓ, તળાવ, કેનલ અને જળ સંસ્થાઓને આવનારા ચોમાસાની સીઝન માટે ઊંડા કરવાનું કામ કરવામાં આવશે.

યજ્ઞ કરવાનો નિર્ણય બુધવારે થયેલી કેબિનેટની બેઠકમાં કરવામાં આવ્યો હતો. રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, સરકારે સારા ટોમાસા માટે 31 મેથી પર્જન્ય યજ્ઞ કરવાનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. આ યજ્ઞ આખા ગુજરાતમાં 41 જગ્યાઓએ થશે. યજ્ઞ સમાપ્ત થયા પછી પ્રસાદ વહેંચવામાં આવશે. હું અને મુખ્યમંત્રી રૂપાણી, રાજ્યના અન્ય મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ આ યજ્ઞમાં સામેલ થશે. જેમાં અમે લોકો સાથે વાતચીત પણ કરશું.

ગુજરાતમાં પડી રહેલી ગરમીને લીધે પાણીની તંગી ઘણી વર્તાઈ રહી છે. રાજ્યના 204 બંધમાં પાણીનો સ્ત્રોત માત્ર 29 ટકા જેટલો જ બચ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp