ગુજરાતમાં આ જગ્યાએ એમેઝોનનું ફુલ ફિલમેન્ટ સેન્ટર શરૂ થશે, 5000ને રોજગારી મળશે

PC: geekwire.com

ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, આજે વિશ્વ આખું એક બજાર છે અને ગુજરાતના નાના-નાના વેપારીઓ-કૌશલ્યકારોને તેમના ઉત્પાદનો માટે વિશ્વનું બજાર મળે તે જરૂરી છે. રાજ્યના આદિજાતિ સહિત અન્ય હસ્તકલા કારીગરોના ઉત્પાદિત માલને વિશ્વ બજારમાં આગવી વૈશ્વિક ઓળખ પણ મળે તે પણ સમયની માંગ છે ત્યારે વિશ્વની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની એમેઝોન હવે દેશભરના ગ્રાહકો માટેના ઉત્પાદનો અમદાવાદથી રવાના કરશે.

અમદાવાદ જિલ્લાના બાવળા ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે એમેઝોનનું ફુલફિલ્મેન્ટ સેન્ટર કાર્યરત થઇ ગયું છે.

કોરોનાના સંક્રમણકાળ દરમિયાન પણ પણ વિકાસની ગતિ અટકી નથી અને માત્ર 180 દિવસમાં બાવળા ખાતે ફુલફિલમેન્ટ સેન્ટર તેમજ અમદાવાદ એરપોર્ટ નજીક માત્ર 75 દિવસમાં સોર્ટ સેન્ટર તૈયાર થઇ ગયું છે. અમદાવાદના બાવળા ખાતે લગભગ 6 લાખ સ્ક્વેર ફીટ કરતા મોટી જગ્યામાં તૈયાર થયેલા આ સેન્ટરમાં મહિલાઓ-દિવ્યાંગ વ્યક્તિ સહિત 5000થી વધારે સ્થાનિક રોજગારીની તકે મળશે. આ સાથે આનુષાંગિક વેપાર-ઉદ્યોગ દ્વારા વ્યાપક પરોક્ષ રોજગારી ઊભી થશે.

એટલું જ નહીં, અત્યાધુનિક ફેસિલિટી અને સલામતીની બાબતોને ધ્યાનમાં રાખીને એમેઝોનનું ફુલફિલમેન્ટ સેન્ટર અમદાવાદ નજીક કાર્યરત થતા ગુજરાતના ગ્રામીણ વિસ્તારને ઘણો ફાયદો થશે. આર્થિક ગતિવિધિઓ તેમજ નાના-મોટા વેપાર-રોજગાર વધુ પ્રમાણમાં શરૂ થશે. 350 હેક્ટર કરતાં પણ વધારે જગ્યામાં ફેલાયેલો અને આશરે એક લાખ વાર એરિયામાં બનાવવામાં આવેલું ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ગવર્મેન્ટ અપ્રૂવ પાર્ક છે. એમેઝોન હવે દેશભરના ગ્રાહકો માટેના ઉત્પાદનો અમદાવાદથી રવાના કરશે. રાજ્યના દરેક વંચિત-ગરીબ લોકોની સુખાકારીને રાજ્ય સરકારે અગ્રીમતા આપી છે અને એટલે જ વાઇબ્રન્ટ સમિટમાં મોટા ઉદ્યોગોના MoU સાથે વનવાસીઓની હસ્તકલા ઉદ્યોગને પણ પ્રોત્સાહિત કર્યા છે.

આદિવાસી હસ્ત કલા કારીગરોના ઉત્પાદનો માટે વૈશ્વિક બજારની તકોનું નિર્માણ કરવા તથા તેમના ઉત્પાદનોનું યોગ્ય વળતર મળે તે માટે 2017ની વાઇબ્રન્ટ સમિટમાં રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગે ‘એમેઝોન ઇન્ડિયા’ સાથે MoU કર્યા હતા. ગુજરાતમાં બિઝનેસ માટેના સાનુકૂળ વાતાવરણને લઈને આ સેન્ટર ગુજરાતમાં કાર્યરત કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રોત્સાહન આપતા રહ્યા છે ત્યારે માત્ર એમેઝોને 180 દિવસમાં ફુલફિલ્મેન્ટ સેન્ટર તૈયાર કરી તેનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

દુનિયાભરમાં ઈ-બિઝનેસ ચેઈન એમેઝોન દ્વારા પોતાનું ફુલ ફિલમેન્ટ સેન્ટર ગુજરાતમાં અમદાવાદ પાસે કાર્યરત કરાતા અન્ય ઘણા વ્યાપાર ધંધા ઉદ્યોગોને પણ તેનો સીધો કે આડકતરો લાભ મળશે. ગુજરાતના સૌથી મોટા રેન્ટલ પ્રોજેક્ટમાં કામ કરતા હજારો યુવક-યુવતીઓ, મહિલાઓ, દિવ્યાંગ વ્યક્તિઓને હવે 10 હજારથી 25 હજાર સુધીની રોજગારી સરળતાથી મળતી થશે.

ગુજરાત તમામ ક્ષેત્રે અગ્રેસર બન્યું છે. હવે એમેઝોનના ફૂલફિલમેન્ટ સેન્ટર કાર્યરત થવાના પગલે ગુજરાત ઇ-કોમર્સ ક્ષેત્રે પણ અગ્રેસર બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp