જ્ઞાનવાપીમાં શિવલિંગ નથી ફુવારો છે,પણ મેં તેને ચાલતા નથી જોયો,કાશીના મહંતનો દાવો

PC: aajtak.in

જ્ઞાનવાપી મામલો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. એક પક્ષ જ્ઞાનવાપી પરિસરમાં શિવલિંગ હોવાનો દાવો કરી રહ્યો છે જ્યારે, બીજો પક્ષ તેને ફુવારો જણાવી રહ્યો છે. જેને લઈને કરવામાં આવેલા સર્વેનો રિપોર્ટ કોર્ટમાં છે અને સૌ કોર્ટના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. ત્યાં જ, કાશી વિશ્વનાથ મંદિરની બરાબર પાછળ આવેલા કાશી કરવત મંદિરના મહંત પંડિત ગણેશ શંકર ઉપાધ્યાયનો દાવો કંઇક બીજો જ છે.

પંડિત ગણેશ શંકર ઉપાધ્યાયનો દાવો છે કે જ્ઞાનવાપીમાં શિવલિંગ નથી, પરંતુ ફુવારો જ છે. જે તેઓ 50 વર્ષથી જોતા આવ્યા છે. સાથે જ ગણેશ શંકર ઉપાધ્યાય એવો પણ દાવો કરે છે કે, તેમણે ફુવારાને ચાલતા ક્યારેય પણ નથી જોયો.

રિપોર્ટ મુજબ પંડિત ગણેશ શંકર ઉપાધ્યાયનું કહેવું છે કે, જુઓ એક પક્ષના લોકો પરિસરમાંથી મળેલી વસ્તુઓને શિવલિંગ જણાવી રહ્યા છે. જોવામાં તેનો આકાર શિવલિંગ જેવો લાગી રહ્યો છે. અમને લોકોને જે જાણકારી છે તે મુજબ તે ફુવારો હતો. અમે લોકોએ આ ફુવારાને નાનપણથી જોયો છે. છેલ્લા 50 વર્ષથી જોઈ પણ રહ્યા છીએ.

મહંતે જણાવ્યું, અમે ઘણીવાર આ આકૃતિ પાસે ગયા છે. કલાકો સુધી ત્યાં અમે સમય પસાર કર્યો છે. તેમણે કહ્યું કે, જ્ઞાનવાપી પરિસરમાં મૌલવી તેમજ સેવાદાર સાથે અમારી વાતો પણ થાય છે. ત્યાંનું સ્ટ્રક્ચર ઘણું જુનું છે. અમે લોકોએ પૂછ્યું પણ હતું. જિજ્ઞાસા પણ થતી હતી એ જાણવાની કે વચ્ચે શું છે? તો એમ કહેવામાં આવ્યું કે આ ફુવારો છે. પરંતુ તેને ચાલતા અમે લોકોએ ક્યારેય નથી જોયો.

ફુવારા બાબતે મોલવીને પૂછ્યું તો મળ્યો આ જવાબ

મહંતે જણાવ્યું કે, અમે લોકોએ આ વિશે પૂછ્યું પણ હતું કે તે ક્યારે ચાલે છે, આ ફુવારો જોવામાં કેવો લાગે છે. ત્યારે સેવાદાર અથવા મૌલવી જણાવતા હતા કે આ મુગલ કાળનો ફુવારો છે. મહંત ગણેશ શંકર ઉપાધ્યાયે આગળ જણાવ્યું કે, મીડિયામાં જે રિપોર્ટ બતાવવામાં આવી રહ્યો છે, જ્યાં થોડા સફાઈ કર્મીઓ દેખાઈ રહ્યા છે. આ સ્થિતિમાં જે ઉપરથી ફોટો લેવામાં આવ્યો છે જેના કારણે નીચેની વસ્તુની આકૃતિ શિવલિંગ જેવી દેખાઈ રહી છે.

બરાબર સામે નંદી હોવાના સવાલ પર પંડિત ગણેશ શંકર ઉપાધ્યાયે કહ્યું કે, આ એક કડવું સત્ય છે કે ત્યાં મંદિર હતું અને મુગલ શાસનમાં તેને તોડવામાં આવ્યું હતું. તેના પર મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું. પાછળ હજી પણ મંદિરનો થોડો ભાગ બચેલો છે.

ભોંયરાને લઈને પણ મહંતે નવો ખુલાસો કર્યો અને કહ્યું કે, જેને ભોંયરું જણાવવામાં આવી રહ્યું છે, જે વાસ્તવમાં ભોંયરું નથી. તેમણે કહ્યું કે પહેલા માળ પર જ ફક્ત મસ્જિદ છે. ભોંયરામાં જે થાંભલાઓ દેખાઈ રહ્યા છે, તે જોતા લાગે છે કે અહીં મંદિર હતું.

પંડિત ગણેશ ઉપાધ્યાયે પણ જણાવ્યું કે, શિવલિંગ વિશે અમારા લોકો પાસે કોઈ જાણકારી નથી કે તે જગ્યા પર કોઈ સમયે શિવલિંગ હતું. હાલમાં જે ફોટો આવ્યો છે તેને જોઇને એવું લાગે છે કે શિવલિંગની આકૃતિ છે. ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે, શિવલિંગને વુજૂની જગ્યા પર મૂકી દેવામાં આવ્યું છે. લોકો કહે છે કે મુસલમાનો ત્યાં કોગળા કરે છે, હાથ ધુએ છે. મહંતે કહ્યું કે, કોગળા કરવાની જગ્યા બહાર છે. મુસ્લિમ સમાજના લોકો ત્યાંથી પાણી લેતા હતા અને પછી ત્યાંથી બહાર આવીને વુજૂ કરતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp