પંડ્યાએ પૈસાની વેલ્યુ વિશે વાત કરી અને કહ્યું- પૈસા ન હોત તો આજે પેટ્રોલ પંપ...

PC: dtnext.in

ભારતના સ્ટાર ઓલરાઉન્ડર એવા હાર્દિક પંડ્યાએ સારી એવી પ્રસિદ્ધિ અને સફળતા મેળવી લીધી છે. તેની નોંઘપાત્ર સફળતા પાછળ IPLનો મોટો ફાળો છે. જો T20 ક્રિકેટ ન હોત તો તેણે પોતાની પ્રતિભા દેખાડવાનો મોકો જ ન મળ્યો હોત. આમ તેને પોતાને સાબિત કરવામાં ઘણો સમય પસાર કરવો પડત. હાર્દિક પંડ્યાએ ઈન્ટરવ્યૂની વાતચીતમાં પૈસાની વેલ્યુ વિશે વાત કરી અને પૈસા કમાવવા તેમાં પણ વધુ સારી માત્રામાં પૈસા કમાવવા કેટલા જરૂરી છે તેના પર ભાર આપ્યો. હાર્દિકે એમ પણ પ્રશ્ન કર્યો કે, શું ખરેખર વધુ પડતા પૈસાથી ખેલાડીઓનું ધ્યાન ભંગ થાય છે? IPLમા પંડ્યાને પહેલાં મુંબઈએ 10 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ 2018માં હાર્દિકને મુંબઈએ 11 કરોડ તેમજ તેના મોટા ભાઈ ક્રુણાલ પંડ્યાને 9 કરોડમાં રીટેઇન કર્યો હતો. આ વિશે તેણે કહ્યું કે આટલા રૂપિયા મળવાથી તેઓ શાંત અને સંતુષ્ટ થઈ ગયા હતા. તેઓ આટલા રૂપિયા જોઈને પણ ઉત્સાહીત નહોતા થયા. હાર્દિકે કહ્યું કે તેઓ પહેલા જેવા છે, પરંતુ પૈસા આવવાથી જીવનમાં એક અનોખી શાંતિ અને સ્થિરતા આવી ગઈ છે.

ઈન્ટરવ્યૂમાં ઘણા સવાલો પૂછવામાં આવ્ચા હતા. જેમાંથી એક સવાલ ખાસ ધ્યાન ખેંચે તેવો હતો કે, IPLમાં આટલા બધા પૈસા મળે છે તો શું તેનાથી ખેલાડીઓનું ધ્યાન ભંગ નથી થતું? આ સિવાય પણ બીજો સવાલ એ હતો કે, તો શું હરાજીની રકમ જોઈને ખેલાડીઓ એવું માની લે છે હવે તેઓને આટલી રકમ તો મળવી જ જોઈએ છે?

આ સવાલોના જવાબ આપતા હાર્દિક બોલ્યો હતો કે જીવનમાં પૈસા હોવા ખૂબ જ જરૂરી છે. પૈસા હોવાથી જીવન ઘણું જ બદલાઈ જાય છે. અને હું તેનું જીવતું જાગતું ઉદાહરણ છું. જો આ પૈસા ન હોત તો હું હજૂ પણ પેટ્રોલપંપ પર કામ કરી રહ્યો હોત. હું આ વાતમાં મજાક નથી કરી રહ્યો. મારા માટે મારો પરિવાર જ પ્રાથમિકતા છે.  આમ હું મારા પરિવારને એક ગુણવત્તા સભર જીવન મળે તેના માટે પ્રયત્નશીલ રહું છું. 2019 દરમિયાન મે ક્યાંક સાભળ્યું હતું કે, ‘પૈસા દરેક યુવાનો માટે ન હોવા જોઈએ’ હું આ વાતથી બીલકુલ સહમત નથી. જ્યારે પણ કોઈ નાનકડાં શહેરનો છોકરો કોઈ મોટા કોન્ટ્રાક્ટ સાથે જોડાઈ છે ત્યારે તે ફક્ત તેના માટે જ નથી વિચારતો તે પોતાનાં મા-બાપ વિશે પણ વિચારે છે.

એટલું જ નહી તે પોતાનાથી જોડાયેલાં લોકોને પણ ધ્યાને રાખે છે. પૈસાથી જે બદલાવ આવે છે તેનાંથી એક અનોખું મોટીવેશન મળે છે. લોકોની માન્યતા ખોટી છે કે પૈસા વિશે વધુ વાતચીત ન થવી જોઈએ. પરંતુ હું આ માન્યતાને જાકારો આપુ છું. જ્યારે તમે કોઈ ગેમમાં પોતાનું સર્વસ્વ આપો છો તો તમને તેની કિંમત મળવી જ જોઈએ. જો ક્રિકેટમાં આટલો પૈસો ન હોત તો કેટલાં એવા લોકો છે જે આ રમત રમવા તૈયાર ન હોત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp