દ્રાક્ષ ખાવાના 7 ફાયદા જાણીને તમે રહી જશો દંગ

PC: ghk.h-cdn.co

દ્રાક્ષની સિઝન ચાલી રહી છે. બજારમાં દ્રાક્ષે સામ્રાજ્ય સ્થાપ્યું છે ત્યારે શું તમને ખબર છે કે દ્રાક્ષ ખાવના શું છે ફાયદા. બજારમાં આમ તો બે પ્રકારની દ્રાક્ષ મળે છે. આછાં લીલા રંગની અને કાળી દ્રાક્ષ. દ્રાક્ષનું સેવન ઘણા લોકો કરતા હોય છે. જેમાંથી મળતી કેલરી, ફાઇબર અને વિટામિન c અને વિટામિન E શરીર માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. તો આયુર્વેદમાં પણ દ્રાક્ષના સેવનને ખજાનો માનવામાં આવે છે. હાલમાં જ થયેલી એક શોધમાં સામે આવ્યું છે કે જો તમે અવસાદથી બચવા માગો છો તો દ્રાક્ષ જરૂરથી ખાઓ. દ્રાક્ષ ખાવાથી મનોવિકાર ઓછો થાય છે. તો સંશોધનકર્તાનું પણ કહેવું છે કે જો ભોજનમાં દ્રાક્ષને સામેલ કરવામાં આવે તો માનસિક સ્વાસ્થ્ય પર સકારાત્મક પ્રભાવ પડે છે.

બીજી તરફ દ્રાક્ષ નથી ખાતા એવા લોકોને હતાશા અને નિરાશા જેવા વિકારને લઈને ચિકિત્સક પાસે જવું પડે છે. ઓનલાઈન નેચર કમ્યુનિકેશનમાં પ્રકાશિત એક શોધમાં જણાવવામાં આવ્યું છે કે ભોજનમાં દ્રાક્ષ લેવાથી તેમાં રહેલા નૈસર્ગિક તત્વોના કારણે હતાશા જેવા મનોવિકાર ઓછા થાય છે.

આ ઉપરાંત શોધકર્તાનું એવું પણ કહેવું છે કે દ્રાક્ષથી તૈયાર બાયોએક્ટિવ ડાયટરી પોલીફિનોલ તણાવ પ્રેરિત નિરાશાની સ્થિતિથી માણસને બહાર કાઢવામાં મદદગાર અને આ રોગના ઇલાજમાં પ્રભાવી બની શકે છે. આ શોધમાં તેનો પ્રયોગ એક ઉંદર પર કરવામાં આવ્યો અને જેનું પરિણામ સકારાત્મક જોવા મળ્યું. સ્વાભાવિક છે કે ભોજનમાં જે પોષકતત્વો આપણા શરીરને મળે છે. તે રોગ પર રોક લગાવવામાં કારગર સાબિત થાય છે. અસ્વાદથી બચવા માટે તેમજ લોહીની માત્રા વધારવા માટે દ્રાક્ષ ઘણી ફાયદાકારક છે.

માઇગ્રેનમાં ફાયદાકારક:

આજકાલની ભાગદોડ ભરી જીંદગીમાં અવ્યવસ્થિત જીવનશૈલી વચ્ચે માઇગ્રેન આમ સમસ્યા છે. એવામાં દ્રાક્ષનો રસ પીવો ખૂબ ફાયદાકારક છે. કેટલાક સમય સુધી દ્રાક્ષના રસનું નિયમિત સેવન કરવામાં આવે તો આ સમસ્યાથી ઘણી રાહત મળી શકે છે.

બ્લડપ્રેશર નિયંત્રિત કરે:

જો તમારા ઘરમાં કોઈને હાઈબ્લડ પ્રેશરની બીમારી છે. તો તેમના માટે દ્રાક્ષનું સેવન રામબાણ સમાન સાબિત થાય છે. દ્રાક્ષ ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. હાઈબ્લડ પ્રેશરવાળા લોકોએ અઠવાડિયામાં ત્રણ થી ચારવાર દ્રાક્ષનું સેવન કરવું જોઇએ. જેનાથી તેમને ઘણો ફાયદો થશે.

હૃદયની બીમારીથી બચાવ:

દુનિયામાં સૌથી વધુ મોત હૃદયથી જોડાયેલી બીમારીઓના કારણે થાય છે. ત્યારે હાર્ટથી જોડાયેલી બીમારીઓથી બચવા માટે પણ દ્રાક્ષનું સેવન કરવું જોઇએ. હાલમાં થયેલી એક શોધમાં જાણવા મળ્યું છે કે બ્રેસ્ટ કેન્સરને આગળ વધતું અટકાવવા માટે દ્રાક્ષનું સેવન કરવું જોઇએ.

ડાયાબિટીસમાં કારગર:

જો તમારા ઘરમાં કોઈને ડાયાબિટીસ છે તો તેમના માટે દ્રાક્ષનું સેવન ખૂબ ફાયદાકારક છે. દ્રાક્ષનું સેવન લોહીમાં શુગરનું લેવલ ઓછું કરે છે. આ ઉપરાંત તે આયરનનું પ્રમાણ પણ વધારે છે.

કબજિયાતમાં મળે આરામ:

જો તમને ભૂખ નથી લાગતી અને જો એ કારણથી જ તમારું વજન નથી વધી રહ્યું તો દ્રાક્ષના રસનું સેવન તમે કરી શકો છો....તેનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. સાથે જ ભૂખ પણ ઊઘડે છે. મહત્ત્વનું છે કે જો કબજિયાતની સમસ્યા વધી રહી છે તો તેના કારણે તમારા શરીરમાં અનેક પ્રકારના રોગ ઘર કરે છે.

લોહીની કમી દૂર કરે:

જો તમારા શરીરમાં લોહી અથવા તો હિમોગ્લોબિન ઓછું છે તો એક ગ્લાસ દ્રાક્ષના જ્યૂસમાં 2 ચમચી મધ મેળવીને પીવાથી લોહીની કમી દૂર થાય છે સાથે જ તે હિમોગ્લોબીનને પણ વધારે છે. હિમોગ્લોબિન ઓછું થવાથી શરીરમાં કમજોરીનું પ્રમાણ વધે છે.

આમ દ્રાક્ષમાં ગ્લુકોઝ, મૅગ્નેશિયમ અને સાઇટ્રિક એસિડ જેવા પોષક તત્વો રહેલા છે અને તેથી જ ઘણી બીમારીઓથી રાહત મેળવવા માટે દ્રાક્ષ ફાયદાકારક સાબિત થાય છે. ટીબી, કેન્સર અને બ્લડ ઇન્ફૅક્શન જેવી બીમારીઓમાં પણ તે મુખ્ય રૂપથી ફાયદાકારક નીવડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp