સંજય દત્ત ક્યારેય નહીં બની શકે સાંસદ, આ છે કારણ

PC: firstpost.com

લાંબા સમયથી એવી ચર્ચા ચાલી રહી હતી કે સમાજવાદી પાર્ટી અભિનેતા સંજય દત્તને ગાઝિયાબાદથી લોકસભામાં ઉતારી શકે છે. ગાઝિયાબાદ એ બેઠક છે જ્યાંથી BJPના વી.કે.સિંહ સાંસદ છે અને પાર્ટીએ 2019 માટે પણ તેમને રિપીટ કર્યા છે. આ બેઠક પરથી કોંગ્રેસ કુમાર વિશ્વાસને ઉતારવા માગી રહ્યું છે. એવામાં આ હાઇપ્રોફાઇલ બેઠક પરથી સંજય દત્તનું નામ પણ ચાલી રહ્યું હતું. તમને જણાવી દઇએ કે આ એક પૂર્ણ અફવા છે. જો સંજય દત્ત અને સમાજવાદી પાર્ટી બંને ઇચ્છે તો પણ તે લોકસભા ચૂંટણી લડી શકે તેમ નથી.

ભારતીય બંધારણની R.P Act 1951 (Representation of the People Act, 1951) હેઠળ એવો વ્યક્તિ કે જેને  2 કે તેથી વધુ વર્ષની સજા થઇ હોય તે ભારતમાં કોઇ પણ સંસદીય અથવા વિધાનમંડળ સ્તરની ચૂંટણી લડી નહી શકે.

 સંજય દત્તને મુંબઇ બોમ્બ ધમાકાઓ વખતે ગેરકાયદે હથિયાર રાખવાના કેસમાં 6 વર્ષની સજા થઇ હતી.એવામાં સંજય દત્ત ચૂંટણીમાં મત તો આપી શકે છે પરંતુ ચૂંટણી ક્યારેય લડી નહી શકે.

સંજય દત્તના નામની અફવા ઉડવાનું કારણ એ પણ છે કે 2009માં લોકસભા ચૂંટણી વખતે સમાજવાદી પાર્ટી તેમને ઉમેદવાર બનાવે તેવી પ્રબળ સંભાવના હતા, પરંતુ કોર્ટના સખત પગલાઓ બાદ સંજયે પોતાનું નામ પરત લઇ લીધું હતું. સંજયની રાજનીતિમાં આવવાની ચર્ચા એટલા માટે પણ છે કે તે એક રાજકીય પરિવારમાંથી આવે છે. તેમના પિતા સુનિલ દત્ત કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે અને પ્રિયા દત્ત પણ સાંસદ રહી ચૂકી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp