સલમાન ખાને હજુ સુધી શા માટે નથી કર્યા લગ્ન, સામે આવ્યું કારણ

PC: forbesindia.com

સલમાન ખાનના લગ્નની જેટલી રાહ તેના પરિવારજનો જોઈ રહ્યા છે, એટલી જ રાહ સલમાનના ફેન્સ પણ કરી રહ્યા છે. તમામ લોકો જાણવા માગે છે કે, સલમાન લગ્ન ક્યારે કરશે? હવે સલમાનના લગ્નને લઈને એક નવા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર, ખાન પરિવારના એક નજીકના સુત્રએ જણાવ્યું હતું કે, સલમાન પોતાના પરિવારને ખૂબ જ પ્રેમ કરે છે અને આ કારણે તે અન્ય કોઈને એટલું મહત્ત્વ નથી આપી શકતો.

સલમાન પોતાના પરિવારને નિર્સ્વાર્થ પ્રેમ કરે છે અને તેના પ્રેમની આગળ સલમાન અન્ય કોઈને પોતાનો પ્રેમ વહેંચી ન શકે. સલમાનને લાગે છે કે, પાર્ટનરને કમિટ કરવું અને પછી તેને એ ન આપી શકવું તેની સાથે ખોટું કરેલું કહેવાશે. આ જ કારણ છે કે તે અત્યારસુધી સિંગલ છે.

મળતી માહિતી અનુસાર, ખાન પરિવાર પોતે ઈચ્છે છે કે, સલમાન ખાન લગ્ન કરી લે. જોકે, સલમાન પોતાના પરિવારને વધુ પ્રેમ કરે છે અને તે તેમના કરતા વધુ પ્રેમ અન્ય કોઈને કરવા અંગે વિચારી જ ન શકે.

સલમાનની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે ટૂંક સમયમાં જ ‘ભારત’ ફિલ્મમાં દેખાશે. આ ફિલ્મમાં તેની સાથે કેટરીના કેફ અને દિશા પટની લીડ રોલમાં છે. તેની સાથે જ આજકલ સલમાન ફિલ્મ ‘દબંગ’ના શૂટિંગમાં બિઝી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp