Heroએ નવા અવતારમાં લોન્ચ કરી દેશની ફેવરિટ બાઈક Splendor Plus, જાણો કિંમત

PC: drivespark.com

દેશની સૌથી લોકપ્રિય બાઈક Splendorને હીરોએ એક નવા લુકમાં લોન્ચ કરી છે. જણાવી દઇએ કે, Hero MotoCorpએ પોતાની પોપ્યુલર મોટરસાઇકલ Hero Splendor Plusને બ્લેક એક્સેંટ એડિશનમાં રજૂ કરી છે. કંપનીએ ફેસ્ટિવ સીઝનને ધ્યાનમાં રાખતા આ બાઈક રજૂ કરી છે. Hero Splendor કંપનીની સૌથી પોપ્યુલર બાઈકમાંથી એક છે. આ બાઈક ટોપ ટુ વ્હીલર લિસ્ટમાં પણ મોટે ભાગે ટોપ પર જ રહેતી હોય છે.

3 કલર્સમાં અવેલેબલ

Hero Splendor Plusના નવા એડિશનને 3 કલર વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં ફાયરફ્લાઈ ગોલ્ડન, બીટલ રેડ અને બંબલ હી યલ્લો કલર ઓપ્શન સામેલ છે. બાઈકના એન્જિન, ટાયર, અલોય વ્હીલ અને ચેન કવરને પણ બ્લેક થીમ આપવામાં આવી છે. જે આ લુકને વધારે આકર્ષિત બનાવે છે. 1399 રૂપિયાની વધારાની કિંમતની સાથે તમે Heroનો થ્રીડી લોગો પણ લગાવી શકો છો.

 ફેસ્ટિવ સીઝનમાં એટ્રેક્ટિવ બનાવવા માટે બ્લેડ એડિશન રજૂ કરવામાં આવી

આ બાબતે કંપનીનું કહેવું છે કે, સ્પ્લેન્ડર કંપનીની સૌથી વધારે વેચાતી બાઈક છે અને તેને ફેસ્ટિવ સીઝનમાં એટ્રેક્ટિવ બનાવવા માટે બ્લેડ એડિશન રજૂ કરવામાં આવ્યું છે. હીરો મોટોકોર્પે સ્પ્લેન્ડર પ્લસ બ્લેક એડિશન ઉપરાંત પ્લેઝર પ્લસ અને મેસ્ટ્રો એજને પણ બ્લેક એડિશનમાં લોન્ચ કરી છે. આ બંને ટુ વ્હીલરને બ્લેક ગ્રાફિક અને ટોન અપડેટ આપીને બ્લેક એડિશનમાં લાવવામાં આવ્યા છે. જોકે વ્હિકલના એન્જિનોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

હીરો સ્પ્લેન્ડરની બાઈક 3 વેરિઅન્ટ્સમાં આવી રહી છે. તેના કિક સ્ટાર્ટ વેરિઅન્ટની કિંમત હવે 60500 રૂપિયા થઇ ગઇ છે. જે પહેલા 60350 રૂપિયા હતી. તો આ બાઈકના સેલ્ફ સ્ટાર્ટ વેરિઅન્ટની કિંમત હવે 62800 રૂપિયા થઇ ગઇ છે. જે પહેલા 62650 રૂપિયા હતી. જ્યારે Hero Splendor Plus સેલ્ફ સ્ટાર્ટ i3S વેરિઅન્ટની કિંમત 64010 રૂપિયા થઇ છે. જ્યારે પહેલા આ વેરિઅન્ટની કિંમત 63860 રૂપિયા હતી.

હીરો સ્પ્લેન્ડર બાઈકની ખાસિયત

Hero Splendor Plus બાઈકમાં 97.2 સીસી, સિંગલ સિલિન્ડર, એયર કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે. જે 8000 આરપીએમ પર 7.8 બીએચપી પાવર અને 6000 આરપીએમ પર 8.05 એનએમનો પીક ટોર્ક જનરેટ કરે છે. બાઈકમાં ટ્યૂબલેસ ટાયર આપવામાં આવ્યા છે. તો 13 એમએમ રિયર બ્રેક છે.

Hero Splendor Plusના બ્લેક એન્ડ એક્સેંટ વેરિઅન્ટની કિંમત 64,470 રૂપિયા રાખવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp