હોલિવુડ એક્ટર વિલ સ્મિથે ‘ગલી બોય’ રણવીરના ખાસ અંદાજમાં કર્યા વખાણ...

PC: socialnews.xyz

બોલિવુડ એક્ટર રણવીર સિંહની એનર્જીનો અંદાજો તમે એ વાત પરથી લગાવી શકો કે, જબરદસ્ત એક્ટિંગના દમ પર તેની પોપ્યુલારિટી બોલિવુડ જ નહીં પરંતુ હોલિવુડમાં પણ પહોંચી ગઈ. હોલિવુડના જાણીતા એક્ટર વિલ સ્મિથે રણવીર સિંહની ફિલ્મ ‘ગલી બોય’ના વખાણ કર્યા છે. તેની નજરમાં રણવીર સિંહે આ ફિલ્મથી ધમાલ મચાવી દીધી છે. વિલ સ્મિથે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સ્ટોરી વીડિયો શેર કર્યો છે. આ વીડિયો દ્વારા વિલ સ્મિથે કહ્યુ છે કે, રણવીર સિંહે પોતાના હિપ-હોપથી ખૂબ જ પ્રભાવિત કર્યો છે. રણવીર સિંહ માટે આ એક ખૂબ જ મોટી  ઉપલબ્ધિ છે કે જ્યારે હોલિવુડ સ્ટાર એક્ટર તેની ફિલ્મ ‘ગલી બોય’ના માધ્યમથી તેને પ્રમોટ કરી રહ્યા છે.

રણવીર સિંહના ટ્રેલને શેર કરાત વિલ સ્મિથે કહ્યુ હતુ કે, વાહ રણવીર, અભિનંદન, જે તુ કરી રહ્યો છે, તે મને ખૂબ જ પસંદ આવી રહ્યુ છે. ગલી બોય. મારા માટે તે જેવું હિપહોપ કર્યું, બોલિવુડની દુનિયામાં જેવું હિપહોપ થઈ રહ્યુ છે, તે ખૂબ જ શાનદાર છે. મને ખૂબ જ પસંદ આવ્યું. આવી રીતે જ આગળ વધતા રહો. વિલ સ્મિથ દ્વારા આ વીડિયોને ઈન્સ્ટા સ્ટોરી બનાવ્યા બાદ સોશિયલ મીડિયા પર વીડિયો ખૂબ જ છવાઈ ગયો છે. દરેક વ્યક્તિ તેને પોતાના પેજ પર શેર કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp