હોટલોનું ભોજન સસ્તુ થઇ શકે છે, ટેક્સ 18 ટકાથી ઘટીને 12 કરાશે

PC: theeconomicstimes.com

પહેલાં લૂંટ ચલાવી પછી માલ પકડાયો તો 30 ટકા માલ ગાયબ. 70 ટકાની રિકવરી મળી. આવું જ સરકારના ટેક્સનું છે. કેન્દ્ર સરકારે જીએસટીમાં હોટલોનું ભોજન મોંઘું બનાવી દીધું હતું. ત્રણ મહિના સુધી ટેક્સ વસૂલ્યો અને હવે તેમાં રાહત આપી રહી છે. જો સરકારે પહેલેથી જ ઓછો રેટ રાખ્યો હોત તો હોટલોનું જમવાનું મોંઘુ થયું ન હોત.

ચૂંટણીના સમયમાં મોદી સરકારે શહેરોના મધ્યમવર્ગના પરિવારોને રાહત મળે તેવો નિર્ણય કરવાનું નક્કી કર્યું છે. જીએસટીની આગામી બેઠકમાં એરકન્ડીશન્ડ રેસ્ટોરન્ટમાં જમવા પર જીએસટીના દરો 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવાનું નક્કી કર્યું છે. જો આમ થાય તો લોકોને રાહત મળી શકે છે.

ગુજરાતી ભોજન પિરસતી એક થાળીનો ભાવ 300 રૂપિયા છે. ચાર સભ્યો ભોજન કરે છે તો હાલ 1200 રૂપિયા ભોજનના થાય છે અને 200 રૂપિયા જીએસટીમાં ચાલ્યા જાય છે. હવે જો સરકાર 12 ટકા ટેક્સ નાંખે તો 140 રૂપિયાની આસપાસ થઇ શકે છે. ભોજન શોખિનો માટે સરકાર આંશિક રાહત આપી રહી છે. જોકે, આ પ્રસ્તાવને મંજૂરી મળવાથી રેસ્ટોરાંને ઈનપુટ ટેક્સ ક્રેડિટનો ફાયદો જતો કરવો પડી શકે છે.

એર-કન્ડિશન્ડ રેસ્ટોરન્ટ્સ હજુ સુધી 18 પર્સેન્ટ અને એર-કન્ડિશનવાળી રેસ્ટોરા 12% GST વસૂલી શકે છે. જો આ બન્ને રીતે રેસ્ટોરા માટે GSTનો રેટ એક સરખો રાખવામાં આવે તો તેમાં ઈનપુટ પર ચુકવવામાં આવેલા ટેક્સને ક્લેમ કરવાની સુવિધા છોડવી પડી શકે છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે “આમ જોઈ શકાય છે કે રેસ્ટોરા પોતાના કસ્ટમર્સને ઈનપુટ ટેક્સ ક્રેડિટનો ફાયદો નથી આપી રહ્યા.” GST કાઉન્સિલ મુજબ તેના પર વિચાર કરવા માટે એક કમિટી બનાવવામાં આવી છે.
રેસ્ટોરન્ટના માલિકોએ તમામ પ્રકારના રેસ્ટોરાં માટે 12% GST રેટ નક્કી કરવાની સાથે જ ઈનપુટ ટેક્સ ક્રેડિટનો ફાયદો યથાવત રાખવા માટેની માંગ કરી હતી. એક કરોડ રુપિયા સુધીનું વાર્ષિક ટર્નઓવરવાળા રેસ્ટોરાં કંપોઝિશન સ્કીમનો ઉપયોગ કરી શકે છે, જેમાં કોઈ ઈનપુટ ટેક્સ ક્રેડિટના 5 પરસેન્ટ ટેક્સ આપવનો હોય છે. સરકાર આ સ્કીમ નાના વેપારીઓની મદદ માટે લાવી હતી.

અધિકારીઓએ જણાવ્યું કે, GST કાઉન્સિલને ફરિયાદ મળી હતી કે રેસ્ટોરાં 18% GST વસૂલવા છતાં ઈનપુટ ટેક્સ ક્રેડિટનો ફાયદો કસ્ટમરને નથી આપતા. 1 જુલાઈએ GST લાગુ થયા પછી આ પ્રકારની સર્વિસિસ પર ટેક્સ 15%થી વધારીને 18% કરાયો હતો. જોકે, આની પાછળ તર્ક એ હતો કે ઈનપુટ ટેક્સ ક્રેડિટના કારણે આ વધારાને સહન કરવો પડી રહ્યો છે.

ઈન્ડસ્ટ્રી તરફથી લોબિંગ કર્યા પછી GST કાઉન્સિલની કંપોઝિશન સ્કીમ વધારે આકર્ષક બનાવવા માટે અને રેસ્ટોરન્ટ્સ પર GST રેટ ફરી વિચાર કરવા માટે અસમના નાણા મંત્રી હેમંત બિસ્વા સરમાની આગેવાનીમાં એક કમિટી બનાવી હતી. કમિટીએ બે અઠવાડિયામાં રિપોર્ટ આપવાનો હતો. અધિકારીઓએ જણાવ્યું કે કમિટીએ પોતાના સલાહ-સૂચનોને અતિમ સ્વરુપ આપી દીધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp