સરકાર આપી રહી છે સસ્તા પંખા, જે કૂલિંગ આપશે સરસ અને બિલ આવશે ઓછું

PC: electronicsforu.com

ગરમી શરૂ થઈ ગઈ છે અને તેની સાથે લોકોના ઘર અને ઓફિસોમાં પંખા, એસી, કૂલરની જરૂરિયાત પણ વધી ગઈ છે. ગરમી આવતાંની સાથે શરૂ થઈ જાય છે લોકોને વીજળી બિલની ચિંતા. પોતાના બજેટને ધ્યાનમાં રાખી લોકો સારો પંખો શોધી રહ્યા હોય છે, જેના કારણે ગરમીથી બચી શકાય અને બીલ પણ ઓછું આવે.

તમને જણાવી દઈએ કે, બજારમાં ઘણા એવા પંખા છે, જેનો ઉપયોગ કરવાથી બિલ અડધું આવે છે. તો જોઈએ કયા છે આ પંખા, જેને તમે EMIથી લઈ શકો છો અને ક્યાં મળી રહ્યા છે. ખાસ વાત એ છે કે, આ પંખાના ઉપયોગથી વીજળી બિલ અડધું આવે છે.

જો તમને આ પંખા બજારમાં ન મળે તો તમે સરકારની સ્કીમ દ્વારા પણ ફાયદો ઊઠાવી શકો છો. આ પંખા એનર્જી એફિશિયન્સીના મામલામાં તો સુપર છે જ, પરંતુ સરકારની એનર્જી એફિશિયન્સી સ્કીમ હેઠળ અડધાથી પણ ઓછી કિંમતમાં મળી રહ્યા છે. એટલું જ નહીં, તમે આ પંખા હપતેથી પણ લઈ શકો છો.

શું છે પંખામાં ખાસ: એક રેગ્યુલર છત પંખો 75-80 વોલ્ટ વીજળી ખર્ચ કરે છે. જ્યારે બ્યૂરો ઓફ એનર્જીએ છત પંખા માટે સ્ટાર રેટિંગ શરૂ કરી છે, જે માત્ર 45-50 વોલ્ટ વીજળી ખર્ચ કરે છે. પરંતુ રેગ્યુલર પંખાથી થોડી ઓછી હવા આપતો હોવાની ફરિયાદ બાદ BEEએ સુપર એફિશિયન્ટ પંખા લોન્ચ કર્યા, જેને BEE 5 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે. જે માત્ર 30-35 વોલ્ટ વીજળી ખર્ચ કરે છે.

અડધી છે કિંમત: બજારમાં રેગ્યુલર પંખા 1,000ની આસપાસ મળે છે, જ્યારે આ પંખાની કિંમત 3,000 હતી. મોદી સરકારે વીજળીની બચત માટે બલ્કમાં ખરીદી કરી તેની કિંમત અડધાથી પણ ઓછી કિંમત પર પહોંચાડી દીધી છે.

આ સંસ્થાને આપવામાં આવી છે વેચવાની જવાબદારી: EESLને આ જવાબદારી આપવામાં આવી છે. EESL પ્રમાણે, તેમના સેંટર પર પંખા લગભગ 1,000 રૂપિયાની કિંમત પર મળી રહ્યા છે. તમે હપતેથી પણ વસાવી શકો છો.

અહીંથી લઈ શકો છો પંખા - જો તમે આ પંખો ખરીદવા માગતા હોવ તો, તમે તમારી વીજળી કંપનીમાંથી આ પંખા ખરીદી શકો છો. આ સિવાય, BPCL, HPCL, IOCL અને પોસ્ટલ ડિપાર્ટમેન્ટ પણ સુપર એફિશિયન્ટ પંખા વેચે છે. તમે આ કંપનીઓ પાસેથી પણ પંખો ખરીદી શકો છો. આ કંપનીઓના પેટ્રોલ પંપ પર પણ પંખા વેચવામાં આવી રહ્યા છે.

કેવી રીતે બચશે બિલ: રેગ્યુલર પંખો 75 વોલ્ટ વીજળી ખાય છે, જ્યારે સુપર એફિશિયન્ટ પંખો 35 વોલ્ટ ખાય છે. રેગ્યુલર પંખો વર્ષમાં 180 યુનિટ વીજળી ખર્ચ કરે છે, જ્યારે સુપર એફિશિયન્ટ પંખો 84 યુનિટ વીજળી ખર્ચ કરે છે. જો પાંચ રૂપિયા પ્રતિ યુનિટ ભાવ છે તો, તમારા પંખાનું બિલ લગભગ 900 રૂપિયા વર્ષનું આવે, જ્યારે સુપર એફિશિયન્ટ પંખાનું બિલ 420 રૂપિયા આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp