ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગથી બચવા આટલી તકેદારી રાખો

PC: apollopharmacy.in

ચોમાસા દરમિયાન મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધી જાય છે. મેલેરિયા નિયંત્રણ માટે મચ્છરની ઉત્પત્તિ અટકાવવી ખુબ જરૂરી છે. મચ્છરજન્ય રોગોથી બચવા આપણે કેટલીક તકેદારી રાખવી જરૂરી છે. જેમાં, પીવાના તેમજ ઘર વપરાશના પાણી ભરેલા ટાંકા-ટાંકીને હવાચુસ્ત ઢાંકણા અથવા જાડા કપડાથી બંધ કરવા, પાણીની ટાંકી, કુંડી તમામને દર અઠવાડિયે ખાલી કરવા તથા ફૂલદાની, કુલર, સિમેન્ટની ટાંકીઓના પાણી દર ચોથા દિવસે ખાલી કરી અંદરની સપાટી કાથીની દોરી વડે ઘસી બરાબર સાફ કરી સૂકવીને પછી જ ઉપયોગમાં લેવા અને ચુસ્ત ઢાંકણાથી બંધ કરવા.

બંધિયાર પાણીના ખાડા-ખાબોચિયાનું માટી અને રેતી વડે પૂરાણ કરવું, ખાબોચિયાના પાણીમાં બળેલા ઓઇલનો છંટકાવ કરવો, બંધ પડેલી ગટરોની સાફસફાઇ કરવી અને ચાલુ કરાવવી, આજુબાજુમાં ઉગેલુ ઘાસ કઢાવવું તથા ડસ્ટીંગ કરાવવું, મચ્છર ઉત્પત્તિ સ્થાનનો નાશ કરવો, સંડાસ-બાથરૂમની વેન્ટા પાઇપો પર પાતળા આછા કપડાથી બંધ કરવી, શહેર કે આજુબાજુના વિસ્તારોમાં મકાન બાંધવાની કામગીરી શરૂ અથવા બંધ હોય ત્યારે એ સ્થળની પાણીની ટાંકી-કુંડીમાં મચ્છર ઉત્પન્ન થાય નહિ તે માટે કોન્ટ્રાક્ટરે ખાસ કાળજી લેવી, પાણીના સ્થળો પર પોરા/લાર્વાઓનો નાશ કરવો, પાણીની મોટી ટાંકીઓમાં પોરાભક્ષક માછલી મૂકવી અને ઘરમાં રોજ સવાર-સાંજ લીમડા અને લીલા ઘાસનો ધૂમાડો કરવો.

આ ઉપરાંત મચ્છરથી બચવા સાદી મચ્છરદાનીના બદલે દવાયુક્ત મચ્છરદાનીનો જ ઉપયોગ કરવો. રિપેલેન્ટ્નો ઉપયોગ કરવો. શરીર પૂરતું ઢંકાય તેવા કપડા પહેરવા, ઘરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવો. ચોમાસા દરમિયાન તાવ આવે તો નજીકના આરોગ્ય કેન્દ્ર પર મેલેરિયા છે કે કેમ તેની તપાસ કરાવી યોગ્ય અને સમયસર સારવાર લેવાથી મેલેરીયા જેવા રોગો સામે રક્ષણ મળી રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp