માનવ શરીર જ બતાવી દે છે બ્રહ્માંડનો નકશો, આ ફોટાઓને જોઈને આશ્ચર્યચકિત થઈ જશો તમે

PC: zeenews.india.com

દુનિયાભરના અવકાશ વૈજ્ઞાનિકો અવકાશના રહસ્યોને સમજવા માટે સતત સંશોધન કરી રહ્યા છે. આ દરમિયાન, કેટલાક ફોટાઓ વાયરલ થયા છે, જેને જોઈને લોકોએ કહ્યું કે આતો એકદમ બ્રહ્માંડની સંરચનાઓ સાથે મેળ ખાય છે. અહીં તમને જણાવી દઈએ કે આ કોઈ બીજી દુનિયાના ફોટા નથી પરંતુ માનવ શરીરમાં જોવા મળતી સંરચનાઓના ફોટાઓ છે. આ ફોટાઓને જોઈને તમે પણ ચોંકી જશો.

મગજના ચેતાકોષને જ્યારે તમે કોઈ માઈક્રોસ્કોપની નીચે મૂકીને જોશો, તો તેમાં તમને એક નેટ જેવી સંરચના જોવા મળશે. જ્યારે તમે તેને બ્રહ્માંડની સંરચના સાથે મિશ્રિત કરો છો તો, આ આકશગંગાઓના ફેલાયેલા નેટ જેવું જ જોવા મળે છે.તમે બધાએ DNA વિશે જરૂરથી વાંચ્યું કે સાંભળ્યું જ હશે. જ્યારે તમે DNAની ડબલ હેલિકલ સંરચના જોશો ત્યારે તે તમને સ્પેસના

ડબલ હેલિકલ નેબ્યુલાના જેવું દેખાશે. અહીં તમને જણાવી દઈએ કે, DNAની શોધનો શ્રેય જેમ્સ વૉટસન અને ફ્રાન્સિસ ક્રિકને જાય છે.

જીવવિજ્ઞાનના વિદ્યાર્થીઓ સેલ ડિવિઝન શબ્દથી સારી રીતે પરિચિત હશે. અહીં તમને જણાવી દઈએ કે, સેલ ડિવિઝનથી કોઈ નવા સેલ એટલે કે, કોશિકાનો જન્મ થાય છે. જો બ્રહ્માંડની સંરચનાથી તેનો મેળ કરાવવો હોય તો, તે કોઈ મરી રહેલા તારા જેવી લાગે છે. જન્મ અને મૃત્યુની ઘટના એક જેવી જ રીતે દેખાય રહી છે.

આંખો આપણા શરીરના કોમળ અને જરૂરી અંગોમાંથી એક છે. જેના કારણે આપણે દુનિયાને જોઈ શકીએ છે. તેને પાંચ જ્ઞાનેન્દ્રિયોમાં સામેલ કરવામાં આવી છે. અહીં તમને જણાવી દઈએ કે, આંખોની રેટિના અને સ્પેસમાં હાજર હેલિક્સ નેબ્યુલા જોવામાં એક જેવા લાગે છે.

જ્યારે તમે કોઈની આંખોને ધ્યાનથી જોશો ત્યારે તમને કેટલીક ઝીણી નસો દેખાશે. આ નસોણે ઓપ્ટિકલ નર્વના નામથી પણ ઓળખવામાં આવે છે. અહીં તમને જણાવી દઈએ કે, ઓપ્ટિકલ નર્વ આકાશમાંથી પડતી કોઈ વીજળીના જેવી દેખાય છે. તમે આ બધાને એક સંગોય માની શકો છો પણ આવું જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp